તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પિતાએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોતાના ઘરે જ આત્મઘાતી પગલું ભરી લેતાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું

શહેરના કંસારા બજાર પાસે આવેલા રવાણી ફળીયામાં રહેતી સગીરાને તેના પિતાએ કોઇક બાબતે ઠપકો આપ્યો હતો, જેનુ મનમાં લાગી આવતા સવારના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. સગીરા સારવાર મળે તે પૂર્વે મોતને ભેટી હતી. એ ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રવાણી ફળીયામાં રહેતી ખુશી ભાવીનભાઇ બુદ્ધભટ્ટી (ઉ.વ.17) પોતાના ઘરે સવારે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

તેના પિતાએ કોઇક બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવ્યું હતું જે કારણોસર તેને આત્મઘાતી પગલુ ભર્યું હતું. પોતાના ઘરે જ સવારના અરસામાં ગળે ફાંસો ખાઇ ફાની દુનિયાને અલવીદા કહી દીધી હતી. એ ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. સામાન્ય બાબતે સગીરાએ આત્મઘાતી પગલું ભરી લેતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો