ક્રાઇમ:દુર્ગાપુરમાંથી સગીરાને લઠેડીનો યુવક ભગાડી ગયો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે વાડીમાં રહેતા એક પરીવારની 14 વર્ષીય સગીરાને અબડાસા તાલુકાના લઠેડી ગામનો યુવક અપહરણ કરી ભગાડી જતા માંડવી પોલીસ મથકે સગીરાના ભાઇએ ફોજદારી નોંધાવી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, માંડવી પોલીસ મથકે 14 વર્ષીય સગીરાના ભાઇ લઠેડી ગામના જીતેન્દ્ર ગીરીશ નાયક સામે અપહરણ કરી ભગાડી જવા અંગે ફોજદારી નોંધાવી હતી.

શુક્રવારે રાત્રે ભાઇ અને બહેન વાડીએ સુઇ ગયા હતા સવારે સાત વાગ્યે બહેન જોવા ન મળતા અન્ય સબંધીઓને બોલાવી શોધખોળ કરી હતી,આરોપી અને સગીરા બંને બાજુ બાજુની વાડીમાં કામ કરે છે. બાજુની વાડીમાં રહેતો યુવક સગીરાને અપહરણ કરી ભગાડી ગયો હોવાની શંકા વ્યકત કરી ફોજદારી નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...