જૈન ભક્તિ મહોત્સવ:લક્ષ્ય વિનાની સાધના એ એકડા વિનાનાં મીંડા સમાન છે : ભવ સુધારવા માટે ભાવ સુધારવો જરૂરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં યોજાયેલા ત્રિદિવસીય જૈન ભક્તિ મહોત્સવમાં 700થી વધુ સાધુ-સાધ્વીજીઓ જોડાયા

ભુજના આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે અને લાભાર્થી મણીબેન છગનલાલ જગદીશભાઈ બોરીયા પરિવારના સૌજન્યથી ત્રિદિવસીય જિન ભક્તિ મહોત્સવ ઉજવાયું હતું. જેમાં વાગડ સમુદાયના 700થી વધુ સાધુ સાધ્વીજીઓ નિશ્રા પ્રદાન કરવા, ગચ્છાધિપતિ શ્રીમદવિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા., શ્રીમદવિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા સહિત અન્ય 40 સાધુ-સાધ્વીજીઓ સાથે પધાર્યા હતા. જેઓનું ભક્તિભાવથી સામૈયું કરાયું હતું. સકળ સંઘ તથા બેડા-કળશધારી નાની બાળાઓએ ગુરુઓની વંદના કરી હતી. બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સામૂહિક ગુરુવંદના દલીચંદભાઈ મહેતાએ કરાવ્યા બાદ ધીરજલાલ મહેતાએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. અંતમાં સાધુ-સાધ્વીજીઓએ જણાવ્યું હતું કે લક્ષ્ય વિનાની સાધના એ એકડા વિનાના મીંડા સમાન છે. રાગ-દ્વેષમાં ઘટાડો થાય તો જ આપણી સાધના સાર્થક ગણાય. ભાવ સુધારવા પહેલા સ્વભાવ સુધારવું જોઈએ તેમ વી.જી. મહેતાએ જણાવ્યું હતું. વાગડ સાત ચોવીસી જૈન સમાજ દ્વારા નવકારશીનું આયોજન કરાયું હતું. કમલભાઈ મહેતાની રાહબરી હેઠળ હોદ્દેદારો, ટ્રસ્ટી ગણ, યુવા વર્ગ તથા સલક સંઘે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...