તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગૌચર માપણી, મકાન બાંધકામના નિયમો, 15મું નાણાપંચ સહિતના ગ્રામ્યક્ષેત્રના મુદ્દા ઉઠાવાયા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજ તાલુકાના સરપંચોએ જિલ્લા પ્રમુખ પાસે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા

ભુજ તાલુકા સરપંચ સંગઠન સંગઠને જિલ્લા પંચાયત અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખો પાસે ગામ્ય વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. શહેરના સર્કિટ હાઉસ ખાતે કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરીના સન્માન કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામપંચાયતોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે, ૧૫મા નાણાંપંચ, ડિજિટલ પેમેન્ટ, GEM પોર્ટલ, ગ્રામ્ય સ્તરે મકાન બાંધકામને લગતા ‘જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન’ને પૂર્ણ રીતે લાગુ કરવા, ગૌચર જમીનની માપણી અને નીમ કરવી, વિકાસ કામો માટેના S.O.R.માં બદલાવ તેમજ ડિજિટલ સેવા સેતુની સેવાઓને ગ્રામ્ય સ્તરે અસરકારક રીતે લાગુ કરવા સહિતના મુદ્દા સંગઠન પ્રમુખ સુરેશ છાંગાએ રજૂ કર્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખે યોગ્ય સ્તરે રજૂઆત અને તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી. ગ્રામપંચાયત વિકાસ આયોજન (GPDP)ના અસરકારક અમલીકરણ માટે અન્ય વિભાગો સાથે સંકલન કરવા ચર્ચા કરાઇ હતી. ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખોનું સરપંચ સગઠન અને સેતુ અભિયાન વતી સન્માન કરાયું હતું. આ તકે કારોબારી સમિતિના હોદેદારો, સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષ આચાર્ય સાથે ટીમના ધવલ આહીર, નીલેશ વરસાણી, ભુજ તાલુકા સરપંચ સંગઠનની કારોબારી સમિતિ અને સેતુ અભિયાન સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો