તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rule: Construction Cannot Be Done Within 30 Meters Of Railway Track, Fact: If Checked, Many Constructions Will Break Down In Bhuj.

હકીકત:નિયમ : રેલવે ટ્રેકની 30 મીટર હદમાં બાંધકામ ન થઇ શકે ,હકીકત : ચેકિંગ કરાય તો ભુજમાં અનેક બાંધકામ તુટે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 મીટર અંદર માલિકીની જમીન હોય છતાય રેલવેના કબજાની કહેવાય
  • ભુજ-નલિયા બ્રોડગેજની લાઇન નજીક અનેક લોકો ખડકાઇ ગયા

ભુજથી નલિયા બ્રોડગેજ રેલવે ટ્રેક ભુજ શહેરમાંથી પસાર થાય છે ત્યારે રેલવે પાટાની બંને સાઇડ 30 મીટર સુધી કોઇ બાંધકામ કરી શકાય નહીં. જમીન માલિકીની હોય છતાંય પણ તેનો કબજો રેલવેનો કહી શકાય. જો કે, શહેરમાં નલિયા બ્રોડગેજની આસપાસ અનેક બાંધકામ ખડકી દેવાયા છે. અમદાવાદની ટીમ ચેકિંગ કરે તો અનેક રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફરે તેવી હકીકત છે.

રેલવે સ્ટેશન ચાર રસ્તાથી લઇ છેક મીરજાપર સુધીના વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસના 30 મીટર સુધીમાં અનેક બાંધકામો કરી દેવાયા છે. નિયમ મુજબ રેલવે ટ્રેકની બંને સાઇડ 30 મીટર સુધી કોઇપણ બાંધકામ કરી શકાય નહીં. રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે ટ્રેનનું અકસ્માત સર્જાયો હતો જેના લીધે જાનહાની થઇ ન હતી. બીજી તરફ, આશાપુરા નગર પાસે અંડર ગ્રાઉન્ડ બ્રીજ બનાવી દેવાયો છે એવી જ રીતે મોટાપીર ચાર રસ્તા અને ખારીનદી ચાર રસ્તા પાસે અંડર ગ્રાઉન્ડમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે.

મુસ્લિમ એજ્યુકેશન ચાર રસ્તા પાસે રેલવે ટ્રેકની નજીક બાંધકામ ખડકાઇ ગયા છે તો અમુક બાંધકામો ખડકાવાની તૈયારીઓ થઇ રહી છે. આગળ જતા મીરજાપર સુધી છેક રેલવે ટ્રેકની બંને સાઇડ બાંધકામ ખડકી દેવાયા છે. રેલવે ટ્રેકની બાજુમાં જરૂરતમંદ લોકો ભુંગા બનાવીને રહેતા હોય તે વાત સ્વાભાવિક છે કે તેમની મજબુરી છે. અલબત્ત, અમુક લોકો પોતાના ધંધાકીય સ્વાર્થ ખાતર બાંધકામ ખડકી દીધા છે.

ઉચ્ચાધિકારીના સર્વે બાદ કાર્યવાહી કરી શકાય
રેલવે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સ્થાનિક લેવલે કોઇપણ સત્તા આપવામાં આવી નથી. ઉચ્ચ અધીકારીઓ ટીમ અમદાવાદથી સર્વે કરી દબાણ હટાવ કામગીરી કરે તો કાર્યવાહી થઇ શકે તેમ છે. રેલવે ટ્રેકની આસપાસ રહેણાંક કે કોમર્શીયલ બાંધકામ હોય તો કયારેક જાનહાની થવાની સંભાવનાઓ છે જેથી અમદાવાદ રેલવે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...