ક્રાઇમ:રૂકશાના મર્ડર કેસના મનદુ:ખે શહેરમાં બે શખ્સે યુવાન પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારી નજરો સામે આવવું હોય તો, સમાધાન માટે રૂપિયા આપ કહી માર મરાયો
  • બન્ને પક્ષની​​​​​​​ ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસ મથકે 5 આરોપીઓ વિરૂધ ગુનો નોંધાયો

ભુજના ચકચારી રૂક્શાના મર્ડર કેસમાં બે પક્ષે ઘાતક હુમલા અને મારા મારીનો બનાવ બન્યો છે. જેમાં યુવાનને બે શખ્સોએ તારે અમારી સામે ન આવું આવું હોય તો, સમાધાન માટે રૂપિયા આપ તેવું કહીને છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો, સામે પક્ષે પણ હુમલો કર્યાની પ્રતિ ફરિયાદ નોંધાવાતાં બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેમ્પ એરિયામાં રહેતા શબ્બીર જુશબ માંજોઠી (ઉ.વ.28)એ શકીલ સુલેમાન માંજોઠી અને સલીમ અનવર માંજોઠી વિરૂધ ફરિયાદ નોંધાવી છે. મામાના ઘેર જમણવારમાં ગયો હતો ત્યારે આરોપી શકીલે ફરિયાદીને કહ્યું હતું કે, તુ રૂકશાનાના મર્ડર કેસનો આરોપી છે. અમારી નજરો સામે તને આવવું નહીં અમારી સામે આવવુ હોય તો, સમાધાન માટે રૂપિયા આપી દે તેમ કહીને આરોપી સલીમે ફરિયાદીને પકડી રાખી આરોપી શકીલે પોતા પાસે રહેલી છરીથી ફરિયાદીને હાથ, પગ અને છાતીના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો.

જ્યારે પ્રતિ ફરિયાદમાં સુલતાન સુલેમાન માંજોઠીએ આરોપી શબ્બીર જુસબ માંજોઠી, જમીલા જુસબ માંજોઠી અને ફકીરમામદ માંજોઠીએ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેમજ સલીમ અનવર માંજોઠીની માતા શકીનાબેને એસપીને લેખિત અરજીમાં જણાવ્યું છે કે, આરોપી શબ્બીર જુશબ માંજોઠીએ રૂકશાના મર્ડર કેસમાં સમાધાન માટે વારંવાર દબાણ કરીને તેમના પુત્ર સલીમ વિરૂધ વિરૂધ ખોટી ફરિયાદ કરી છે. ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ ડી.આર.ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...