ઈમારત ધરાસાઈ:ભુજના જેષ્ટાનગરમાં વહેલી સવારે ખંડેર પડેલી ઇમારત ધરસાઈ થઈ, સદભાગ્યે જાનહાનિ ટળી

ભુજ17 દિવસ પહેલા
  • સ્વૈચ્છિક સંસ્થાની ઇમારત ભૂંકપ બાદ બિનઉપયોગી ઉભી હતી
  • લોકોની સતત ચહલ-પહલ ધરાવતા માર્ગ પર વહેલી સવારના ઘટના બનતા સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી

ભુજના પૂર્વ દિશામાં આવેલા જેષ્ટાનગરમાં આજે બુધવારે વહેલી સવારે 4.30ના અરસામાં એક બિનઉપયોગી ખંડેર ઇમારત અચાનક ધરસાઈ થઈ હતી. ધડાકાભેર તૂટી પડેલી બે માળની ઇમારતના કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. આ બનાવમાં નજીક પાર્ક કરાયેલા બે ટ્રેક્ટર કાટમાળ તળે આવી જતા તેમાં નુકશાન થયું છે. જોકે, લોકોની સતત ચહલ-પહલ ધરાવતા માર્ગ પર વહેલી સવારના ઘટના બનતા સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ નખત્રાણા તાલુકાના દેવપર પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમા બે ટ્રેલર આજે બુધવારે વહેલી સવારે સામસામે આવી જતા ટક્કર થઈ હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ શહેરના જેષ્ટાનગર ખાતે કોઈ સ્વૈચ્છિક સંસ્થાની મહાવીર ભુવન નામની ઇમારત ભૂકંપમાં જર્જરિત બન્યા બાદ છેલ્લા ઘણા વર્ષોથી બિનઉપયોગી અને ખંડેર હાલતમાં ઉભી હતી. જે આજે સવારે 4 થી 5 વાગ્યાના ગાળામાં ધડાકાભેર તૂટીને વિખેરાઈ ગઈ હતી. વિખેરાયેલા કાટમાળમાં નીચે ઉભેલા બે ટ્રેક્ટર આવી જતા તેમાં નુકશાન થયુ હોવાનું સામે આવ્યું છે. ટ્રેક્ટરો ઉપર પથરાયેલા કાટમાળને પાસે રહેતા નગર સેવક રાજેશ ગોરે જેસીબીની મદદથી દૂર કર્યો હતો અને નગરપાલિકા દ્વારા મલબો ઉપાડી લેવામાં આવ્યો હતો. સદ્ભાગ્યે વહેલી સવારના ઘટના બનતા જાનહાનિ ટળી હતી.

બીજી તરફ નખત્રાણા તાલુકાના દેવપર પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમા બે ટ્રેલર આજે બુધવારે વહેલી સવારે સામસામે આવી જતા ટક્કર થઈ હતી. આ અકસ્માત માતાના મઢ તરફ જતા પદયાત્રીઓને બચાવવા જતા થયો હોવાનું લોકો તરફથી જાણવા મળી રહ્યુ છે. જોકે, સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...