તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ બોલાવવી પડી:RTOનું નંબર પ્લેટ સેન્ટર ફરી બંધ, કામગીરી રાજકોટથી હેન્ડલિંગ થઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહનોની નંબર પ્લેટ સેન્ટર પર બનાવાઇ

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં અાવેલા હાઇસિક્યુરિટી નંબર પ્લેટ સેન્ટર પર દિવસ ઉગેને નવી મગજમારી ઉભી હોય છે, પહેલા 5700 નંબર પ્લેટ મીસિંગ અાવી તો હવે કામગીરી કરવા માટે પોલીસ બંદોબસ્તની માગણી કરાઇ છે. ગત સપ્તાહે સેન્ટર બંધ રહ્યા બાદ ચાલુ સપ્તાહે ગુરુવારે ફરી સેન્ટર બંધ રહ્યુ હતું. રાજકોટથી તમામ કામગીરીનું હેન્ડલિંગ કરવામાં અાવ્યું હતું અને ભુજમાં અાવેલા અન્ય સેન્ટર પરથી નંબર પ્લેટ મંગાવી અાર.ટી.અો.માં લગાવાનું શરૂ કરાયું હતું.

અાર.ટી.અો.ના હાઇસિક્યુરિટી નંબર પ્લેટ સેન્ટરના સુપરવાઇઝર રજા પર ઉતરી ગયા છે, તો કર્મચારીઅો રાજકોટ હેડ અોફીસે ફરિયાદ કરી છે કે, સ્થાનિકે અમુક શખ્સો કામગીરીમાં અડચણ ઉભી કરે છે. અામ હેડઅોફીસથી પોલીસ પ્રોટેકશનની માગણી કરવામાં અાવી છે. ગત સપ્તાહથી શરૂ થયેલા નંબર પ્લેટના વિવાદનો અંત હજુ અાવ્યો નથી. ગુરુવારે ફરી નંબર પ્લેટ સેન્ટરને તાળા લાગેલા દેખાયા હતા. ફિટનેસ માટે અાવતા વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત હોવાથી વાહન નંબરની રસીદ રાજકોટ મોકલાવાતી હતી, ત્યાંથી મહિલા કર્મચારી ઇ.સી. સેન્ટરને મોકલતા હતા.

જે નંબર પ્લેટ બનાવીને ભુજ અાર.ટી.અો.માં મોકલતા હતા. ઇસી સેન્ટરમાંથી નંબર પ્લેટ અાર.ટી.અો.માં અાવ્યા બાદ ત્યાં હાજર અેચઅેસઅારપીના કર્મચારીઅો ફીટીંગ કરી અાપતા હતા. છેલ્લા થોડા સમયથી નંબર પ્લેટ સેન્ટરનો વિવાદ વધુ વકર્યો છે. ગત વર્ષે 5700 નંબર પ્લેટ રસીદ ઇસ્યુ કર્યા વગર જ બનાવી દઇ વાહનોમાં લગાવી દેવાતા પોલીસ તપાસ શરૂ કરવામાં અાવી હતી, અા ગેરપ્રવૃત્તિમાં કયાંકને કયાંક છાને છીપે કંપનીના અધિકારી અને કર્મચારીઅોની સંડોવણી પડદા પાછળ હોવાથી વાત જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...