તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરોધ:કચ્છના 8804 વાહનોનો આરટીઓ ટેક્સ બાકી, બાકી ટેક્ષવાળા તમામ વાહનોની રકમ ભરવા અનુરોધ

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક

કચ્છ જિલ્લામાં 8804 વાહનોના મોટર વાહન કર (ટેક્ષ) મોટર વાહન માલિકો દ્વારા ભરપાઇ કરાયા નથી, જો વાહન માલિકો ટેક્સ ભર્યા વગર રોડ પર વાહન ચલાવતા જણાશે તો તેની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ વાહન ડિટેઇન કરાશે. કચ્છના રોડ પર દોડતા 8804 વાહનોનું આર.ટી.ઓ. ટેક્સ ભરાયુ નથી, વાહન ટેક્ષ ભર્યા સિવાયનું કોઇપણ વાહન રોડ પર જણાઇ આવશે તો ગુજરાત મોટર વ્હીકલ એકટ-1958 ની કલમ ૧૨ (બી) અન્વયે વાહન ડિટેઈન કરી ટેક્ષ પેનલ્ટી, ઈન્ટરેસ્ટ સહિત વસુલવામાં આવશે. લાંબા સમયથી મોટર વાહનનો ટેક્ષ ભરવાનો બાકી હોય તે તમામ મોટર વાહનનો ટેક્ષ રિવન્યુ રાહે વસુલાત કરવામાં આવશે.

જેથી બાકી તમામ મોટર વાહનોનો ટેક્ષ સત્વરે ભરી દેવા સબંધિત મોટર વાહનના માલિકોને જણાવવામાં આવે છે. મોબાઇલ ફોન પરથી પણ મોટર વાહનનો ટેક્ષ ઓનલાઇન પણ ભરી શકાશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું. ટેક્સ ભર્યા વગર દોડતા વાહનોમાં મોટા ભાગે ગુડસ વ્હીકલનો સમાવેશ થાય છે જેના માલિકો ટેક્સ ભર્યા વગર લોકલ દોડાવતા હોય છે તેવા વાહનો ઝપટે ચડે તે માટે ચેકિંગ પોઇન્ટ ઉભા કરાયા છે. જો કે, 31 માર્ચ સુધી કેટલા વાહનોના ટેક્સ ભરવામાં આવે છે અને ટેક્સ ભરેલા ન હોય તેવા વાહનો ડિટેઇન કરાય છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો