તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાનગતિ:RTOમાં રોટેશન થકી સ્ટાફની ઘટ, બેકલોગ સહિતની કામગીરી ઠપ્પ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા હાજરી વચ્ચે પણ કર્મચારીઅો કોરોનામાં બિમાર થતા હેરાનગતિ

છેલ્લા કેટલાક સમયથી ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કલાર્ક, હેડકલાર્કની ઘટ છે, ઉચ્ચ કક્ષાઅે અનેક વખત જરુઅાત કરાઇ હોવા છતાં સ્ટાફ ફાળવાતો નથી. હાલ કોરોનામાં રોટેશન થકી સ્ટાફની ઘટ થતી હોવાથી બેકલોગ સહિતની કામગીરી ખોરવાઇ છે, જેના લીધે અરજદારોને હેરાનગતી થઇ છે. 2016-17થી કમીશનર કક્ષાઅે રજૂઅાત કરી સ્ટાફની ઘટ પુરવા પત્ર લખાયા છે પણ પાલનપુર તેમજ અમદાવાદથી ફરજ મોકુફ થયેલા કલાર્કને કચ્છ મુકી દેવાયા છે. સજારૂપે બદલી કરી કચ્છ મુકાયા છે. તો જે કલાર્ક અને હેડકલાર્કની બદલી કરાઇ છે તેમની જગ્યાઅે કોઇની નિમણુક કરાઇ નથી.

હાલ કોરોનામાં સરકારી ગાઇડલાઇન મુજબ 50 ટકા સ્ટાફમાં કામગીરી કરવાની હોય છે, સ્ટાફની ઘટ વચ્ચે રોટેશન મુજબ કામગીરી થકી અનેક અરજદારોની કામગીરી અટકી ગઇ છે. બેકલોગની કામગીરી છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી લોકોના વાહનો ટેક્સ ભર્યા વગર તેમજ પાસિંગ, નામ ટ્રાન્સફર થયા વગર રોડ પર દોડી રહ્યા છે.

અા અંગે અાર.ટી.અો. ચિંતન ડી. પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકારી ગાઇડ લાઇન મુજબ 50 ટકા સ્ટાફ અને રોટેશન વાઇઝ કામગીરી થઇ રહી છે પણ કર્મચારીઅોને કોરોના હોવાથી હાજર રહી શકતા નથી. બિમારીમાં કોઇને જબરદસ્તી નોકરી કરાવી શકાય તેમ નથી અેટલે જેમ બને તેમ જલ્દીથી તમામ પ્રશ્નોના નિરાકરણ લાવી દેવાશે તેમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...