સફાઈ કાર્ય:ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના પરિસરનું RSS દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

ભુજ8 મહિનો પહેલા
  • 130 કાર્યકરો અને 30 રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા સફાઈ કાર્ય કરાયું

છેલ્લા બે અઢી માસ દરમ્યાન ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ સરકારી હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓની વ્યાપક સંખ્યા સાથે દર્દીના પરિજનોની વિશેષ અવર જવર રહેવા પામી હતી. સ્વાભાવિકપણે હોસ્પિટલની આસપાસના અંદરના વિસ્તારમાં તેના પગલે વિવિધ વસ્તુઓના ઉપયોગ દ્વારા કચરો પણ ફેલાયો હતો. જેના નિકાલ અને સફાઈ કાર્ય અંતર્ગત હોસ્પિટલના પરિસરનું RSS દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ છે.

વૃક્ષોમાં ધરી અને ચુના પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો

આ સફાઈ અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સેવા સાધનાના 130 જેટલા કાર્યકરો અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની 30 જેટલી બહેનો જોડાયા હતા. તેમના દ્વારા આજ સવારના 9 વાગ્યાથી હોસ્પિટલના વિશાળ કમ્પાઉન્ડમાં રહેલી બિન ઉપીયોગી ચીજ વસ્તુઓ અને કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. જેના નિકાલ માટે કચરાને એક સ્થળે જમા કરી નિકાલ માટે ભુજ નગર પાલિકાના 6 જેટલા ટ્રેકટરોમાં ભરવામાં આવ્યો હતો. અને વૃક્ષોમાં ધરી અને ચુના પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

નગર પાલિકાએ વાહન અને સેનેટાઈઝરની સવલત પુરી પાડી

તેમજ આ સફાઈ કાર્ય પૂર્ણ થયા બાદ નગર પાલિકાના સહયોગથી સંપૂર્ણ પરિસરમાં સેનેટાઈજેસન પણ કરવામાં આવ્યું હતું. તેથી હવે આ પરિસર કોરોના વાયરસ મુક્ત બનાવવા હેતુ સફાઈ અભિયાન દ્વારા પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. સવારથી બપોરે સુધી ચાલેલા સફાઈ કાર્યનું માર્ગદર્શક તરીકે સંઘના મંત્રી દામજીભાઈ જાટીયા, વિભાગ સંઘ ચાલક નવીનભાઈ વ્યાસ, વિભાગ સંપર્ક રવજીભાઈ ખેતાણી રહ્યાં હતા. સ્વયં સેવક ભાઈ બહેનો માટે ભુજની રામ રોટી છાસ કેન્દ્ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે નગર પાલિકાએ વાહન અને સેનેટાઈઝરની સવલત પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...