પૂર્વ કચ્છ પોલીસે આડેસરથી 32 લાખનો શરાબનો જથ્થો પકડ્યા બાદ પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમી પરથી અબડાસાના નારાણપર ગામની વાડીમાં ઓરડીમાંથી રૂપિયા 12,74,760ની કિંમતનો દારૂ બીયરના જથ્થો સાથે વાડી માલિકને ઝડપી લીધો છે. જ્યારે માલ રાખનાર માંડવીના કોટાયા ગામનો બુટલેગર હરી હરજી ગઢવી હાથ લાગ્યો ન હતો. આરોપીઓ વિરૂધ મુદામાલ સાથે કોઠારા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી પરથી સોમવારે સાંજે નારાણપર (વિંઝાણ)ની સીમમાં આવેલી નરેન્દ્રસિંહ ગજુભા જાડેજાની કબજાની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડીને વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 3,552 કિંમત રૂપિયા 11,06,760 તેમજ 1,680 નંગ બીયર કિંમત રૂપિયા 1,68,000 સહિત રૂપિયા 12,74,760ના જથ્થા તેમજ 5 હજારના એક મોબાઇલ સહિત રૂપિયા 12,79,760ના મુદામાલ સાથે વાડી માલિક નરેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. પરંતુ દરોડા દરમિયાન વાડીમાં માલ રાખનારા માંડવીના કોટાયા ગામનો બુટલેગર હરી હરજી ગઢવી હાથ લાગ્યો ન હતો. આરોપીઓ વિરૂધ એલસીબીએ કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મુદામાલ સોંપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.