તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રૂા. 2.62 કરોડના ખર્ચે નિર્માણ પામનારા કોટડા પુલનું ખાતમુહૂર્ત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7.5 કરોડના ખર્ચે કુકમા-કોટડા-ચકાર-ચંદિયા રોડ બનશે

કુકમા-કોટડા-ચકાર-ચંદિયા રોડ માટે 7.5 કરોડ મંજૂર કરાયા છે અને 2.62 કરોડના ખર્ચે બનનારા કોટડા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. રાજયમંત્રી વાસણ આહીરે ભુજ તાલુકાના કોટડા (ઉ) ખાતે રૂ.2.62 કરોડના ખર્ચે કોટડા (ઉગમણા) અને કોટડા (આથમણા)ને જોડતો નવો બ્રિજ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું. હાલે હયાત જર્જરીત જૂના બ્રિજને તોડી પુનઃ નવા 10 મીટરના 4 ગાળા ધરાવતા અને 8 મીટર પહોળા બ્રિજનું આશરે 9 માસની સમયમર્યાદામાં નિર્માણ કરવામાં આવશે.

રાજયમંત્રીઅે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2019 હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બનનારા આ બ્રિજથી પરિવહન સરળતા રહેશે. વધુમાં રાજય સરકારે કુકમા-કોટડા-ચકાર-ચંદિયા રોડના વિકાસ કામ માટે રૂ.7.5 કરોડ મંજુર કર્યા છે. આ પ્રસંગે હરિભાઇ જાટિયા, જિલ્લા પંચાયત સદસ્ય નારણ મહેશ્વરી, સરપંચ શંભુ રબારી, ધાણેટી સરપંચ વાઘજી આહીર, નાકાઇ બી.ડી.પ્રજાપતિ, એસ.ઓ. મેહુલ ચૌધરી તેમજ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...