ચોરી:રૂ. 40 હજારની માલમત્તા ચોરાયાની ફરિયાદ નોંધાઇ, ઉપપ્રબંધક સામાજિક કારણોસર ઝારખંડ ગયા હતા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામના રેલવે કોલોનીની ચોરી ચોપડે ચડી

ગાંધીધામ શહેરની રેલવે કોલોનીમાં રહેતા ઉપપ્રબંધક સામાજીક પ્રસંગે અગિયાર દિવસ ઝારખંડ ગયા હતા, દરમિયાન તસ્કરો મકાનમાં કળા કરી ગયા હતા. મકાનના પાછળના ભાગની દિવાલ તોડી ઘરમાં પ્રવેશી 20 હજાર રોકડ અને 20 હજારના દાગીના સહિતની મતા ચોરી જતા ફોજદારી નોંધાવાઇ હતી. રેલવેના ઉપપ્રબંધક અશોકકુમાર સેવકનારાયણ વર્મા (ઉ.વ.43 પોતાના વતન ઝારખંડ સામાજીક પ્રસંગમાં જવાને કારણે અગિયાર દિવસની રજા પર હતા. 24-11ના બપોરે ઘરે અાવતા જાણવા મળ્યુ હતુ કે ચોરી થઇ ગઇ છે.

ઘરના પાછળના ભાગની દિવાલ તોડી તસ્કરો અંદર પ્રવેશી તિજોરીનું લોક તોડી તેમાં રહેલા સોના-ચાંદીના ઘરેણા, સિક્કા કિંમત 20 હજાર અને રોકડા 20 હજાર મળી કુલ 40 હજારની મતા ચોરી ગયા હતા. ગાંધીધામ અે ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઠંડીની સિઝન શરૂ થઇ ગઇ છે તેવા સમયે આવી ઘટનાઓ ન બને તે માટે પેટ્રોલીંગ વધારવાની પણ જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...