બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ ખાતે 48મા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું ઉદઘાટન કરાયું હતું. જેના મુખ્ય દાતા મૂળ સણોસરાના પ્રેમાબેન દામજી ખેરાજ નાગડા (મુંબઈ) અને સહયોગી દાતામાં હરખચંદ પ્રેમજી સાવલા, કાંતિસેન શ્રોફ પરિવાર, દુલારીબેન મુલચંદ સાવલા, ડો.ચંદ્રવદન હરિયા રહ્યા હતા.
મહાસતીજીના મંગલાચરણ બાદ દીપ પ્રાગટ્ય અગ્રણીઓના હસ્તે કરાયું હતું. મંચસ્થ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય ભાઈ છેડા, કાર્યક્રમના અધ્યક્ષ દામજીભાઈ શાહ, જાદવજીભાઈ શાહ, મુખ્યદાતા હેમંતભાઇ મણિલાલ નાગડા, હરેશભાઈ શાહ, જાદવજીભાઈ શાહ, હરીશભાઇ વિસરીયા, દિપેશભાઈ શ્રોફ, લીલાધરભાઇ ગડા, જયાબેન છાભૈયા (સરપંચ), પાબીબેન રબારી, હરેશભાઈ છેડા, રામજીભાઈ હિરાણી, જખાભાઈ આહિર, મંચસ્થ અગ્રણીઓ તથા રિહેબના ડો.લોકનાથન, સ્ટાફના શીવજી મહેશ્વરી, પરેશભાઈ મારવાડાનું 20 વર્ષની સેવા માટે સન્માન કરાયું હતું.
ચેરમેને સંસ્થાની સેવાકીય કાર્યોની રૂપરેખા આપતાં સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના દર્દીઓ માટે હાલ સુધી 3 કરોડનો યોગદાન સંસ્થાએ આપ્યું છે. બિદડા સર્વોદયના 50 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષમાં પથરી મુક્ત અભિયાન હાથ ધરાશે. ભૂકંપની 20મી વરસીએ ભૂકંપગ્રસ્ત દર્દીઓની તપાસણી અને દાતાઓના સહયોગથી વ્હીલ ચેર અપાશે તેમજ ટ્રસ્ટ આરોગ્ય ક્ષેત્રે હંમેશા સેવા કાર્યો કરતો રહેશે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે 48મા કેમ્પના મુખ્ય દાતા મણિલાલ દામજી ગાલા પરિવાર તથા સહયોગીઓ દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. પ્રમુખ હરીશભાઇ શાહે તેમના દ્વારા થતા સેવા કાર્યો અંગે માહિતી આપી અને વધુ દાનની સરવાણી વિદેશની ધરતીથી ભારતમાં આવે તેવા પ્રયાસો કરવા ખાત્રી દર્શાવી હતી. એન્કરવાલા પરિવાર તરફથી લેપ્રોસ્કોપી મશીન માટે માતબર રકમ રૂ.41 લાખના દાનની જાહેરાત સાથે અન્ય દાનની સરવાણી પણ વહી હતી.
જયા રીહેબના ડાયરેકટર ડો.મુકેશ દોશી, ડો.પ્રદીપ ગણાત્રા, અરવિંદભાઈ જોષી, હરીશ ગણાત્રા, ગોરધન પટેલ, પ્રવિણ છાભૈયા, શરદભાઈ રાંભીયા, ડો.મયુર મોતા, રાકેશ શાહ, શાંતીલાલ વીરા, લક્ષ્મીચંદ વોરા, પિયુષ સાવલા, દેવચંદ ફુરીયા ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઇ સંઘાર, ઉમરશી ચંદે, મેહુલ ગોર, ગુલામ મુસ્તફા સૈયદ, ભાવિનભાઈ ગોર ઉદયસિંહ જાડેજા સહિત સ્ટાફ ગણે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન ધીરજ છેડા અને આભારવિધિ ડો.મુકેશભાઈ દોશીએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.