દુકાનોમાં ચેકિંગ:વજનમાં ગોલમાલ કરતા વેપારીઓને રૂ. 2.68 લાખનો દંડ ભરવો પડયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવાર ટાણે ગ્રાહકોની ભારે ભીડ રહે છે ત્યારે વેપારીઅો ગ્રાહકોને છેતરતા હોય તેવા અનેક બનાવ સામે અાવી ચુક્યા છે. ભુજ, અંજાર અને ગાંધીધામમાં મિઠાઇ અને ફરસાણની દુકાન પર અાકસ્મિક ચેકિંગ કરી તોલમાપ વિભાગે 2.68 લાખનો દંડ ફટકાર્યો હતો.

ભુજ, ગાંધીધામ અને અંજાર સહિતના તાલુકા મથકોઅે મિઠાઇનો ભારે ઉપાડ થાય છે તો કરિયાણાની દુકાન પર ડ્રાયફુટનો વેંચાણ પણ વધી જતુ હોય છે. મિઠાઇના વજન કાંટામાં ગોલમાલ કરી ગ્રાહકોને અોછુ વજન અાપતા મીઠાઇના વેપારીઅો દંડનો ભોગ બન્યા હતા તો કરિયાણાના વેપારીઅો દર્શાવાયેલા વજન કરતા અોછો ડ્રાયફુટ અાપતા દંડ ભરવો પડયો હતો. અા અંગે તોલમાપ વિભાગના વી. કે. પટેલે જણાવ્યું હતું કે, કરિયાણાની દુકાન પર ખાસ કરીને ડ્રાયફુટની ખરીદી કરી વજન ચકાસણી કરવામાં અાવી હતી જેમાં અોછુ વજન અપાતુ હોવાનું જણાતા વેપારીઅો પર દંડ કરવામાં અાવ્યો હતો, તો મિઠાઇના તૈયાર બોક્સમાં અોછુ વજન જણાયુ હોવાથી તેમને પર દંડ કરાયો હતો. દિવાળીના તહેવારને અનુલક્ષીને ખાસ કરાયેલી ચેકિંગમાં 2.68 લાખ રૂપિયાનો દંડ વેપારીઅોને ફટકારાયો હતો.

તહેવાર સિવાય પેટ્રોલ પંપ પર ચેકિંગ વધારે
જિલ્લામાં સેંકડો પેટ્રોલ પંપ અાવેલા છે, તહેવારને અનુલક્ષીને ચેકિંગ કરવામાં અાવે ત્યારે મિઠાઇ, ફરસાણ અને રસકસની તેમજ ખાણી-પીણીની દુકાનો પર દરોડા પાડવામાં અાવે છે. તહેવારની સિઝન સિવાય મોટાભાગે પેટ્રોલ પંપ પર ચેકિંગ કરાતું હોય છે જેમાં મીટરમાં ગળબળ કરીને અથવા તો અોછુ પેટ્રોલ પુરી ગ્રાહકોને છેતરતા પંપ માલિકો પર તવાઇ બોલાવાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...