તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અંજારથી મહેસાણા લઇ જવાતું રૂ. 21. 60 લાખનું સોયાબીન તેલ ડ્રાઇવરે બારોબર વેચી ટેન્કરને પલટાવી દીધુ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ. 29 લાખથી વધુની કિંમતના તેલમાં રૂ. 7.79 લાખનું તેલ પરત મળ્યું
  • તેલ કાઢી લીધા બાદ ગાગોદરથી આડેસર માર્ગ વચ્ચે ટેન્કરને પલટાવી દીધું

કચ્છના અંજાર ખાતે સોયાબીન રિફાઇન્ડ તેલનો વ્યવસાય કરતી ઓઝોન પ્રોકોન પ્રા. લી. કંપનીના ટેન્કર ચાલક દ્વારા સોયાબીન તેલનો જથ્થો નિયત સ્થળે ના પહોંચાડી કંપની સાથે રૂ. 21 લાખ 60 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે.

આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અંજારની ઓઝોન પ્રોકોન પ્રા. લી.કંપનીના મહેતાજી અશ્વિન ગોપાલ કંસારાની ફરિયાદ અનુસાર ડ્રાંયવર મનીષ અમૃતલાલ પટેલ (રહે. પીપળી,તા. ચાણસ્મા પાટણ) વાળો ટેનકર (નં. GJ-12-AT-8394)મારફતે સોયાબીન રિફાઇન્ડ તેલ 24.295 મેટ્રિક ટનનો જથ્થો આજ કંપનીની મહેસાણા ખાતેની શાખામાં પહોંચાડવા ગત તા. 11 જૂનના રોજ સાંજે 6.30 વાગ્યા બાદ નીકળ્યો હતો અને રાત્રે 2.30થી 3 વાગ્યા દરમિયાન ટેન્કર પલ્ટી ગયું હોવાની જાણ કંપનીમાં ફોન મારફત કરી હતી.

કંપનીના ઇન્ચાર્જ રમણભાઈ પટેલને બીજા દિવસે કર્મચારી દ્વારા બનાવની જાણ થઈ હતી, પરંતુ ફરિયાદી રજા બાદ હાજર થતા રમણભાઈ અને ફરિયાદીએ સ્થળની રૂબરૂ મુલાકત લેતા પલ્ટી ગયેલા ટેન્કર આસપાસ જથ્થા પ્રમાણે સામાન્ય તેલ ઢોળાયેલું જોયું હતું અને 4.350 મેટ્રિક ટન ઓઇલ ટેન્કરમાંથી મળી આવ્યું હતું. જ્યારે 18 મેં.ટન તેલ આરોપી ટેન્કર ચાલક દ્વારા કોઈ પ્રકારે કાઢી લઈ બારોબાર વહેંચી દીધું હોવાની શંકાના આધારે ચાલક વિરુદ્ધ રૂ. 21 લાખ 60 હજારની છેતરપિંડીની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...