વ્યવસ્થા:કચ્છ યુનિવર્સિટીમાં 10 કરોડ રૂપિયા સ્પોર્ટ એક્ટિવિટી પાછળ ખર્ચાશે

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્પોર્ટસ અોથોરિટી ગુજરાતની 70-30 ટકા યોજના હેઠળ બે માસમાં કામ શરૂ થશે
  • SEG 7 કરોડ અને ત્રણ કરોડ રૂપિયા​​​​​​​ યુનિ.ના ભંડોળની મેદાન-સ્ટેડિયમ બનશે

કચ્છ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ અેક્ટિવિટી માટે દસ કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેડિયમ અને જુદી જુદી રમતના મેદાન બનાવાશે. સ્પોર્ટસ અોથોરિટી અોફ ગુજરાત અને કચ્છ યુનિ.ના સંયુકત ભંડોળથી બે માસમાં કામ શરૂ થઇ જશે. સ્પોર્ટસ અોથોરિટી અોફ ગુજરાત (અેસ.ઇ.જી.)ની 70-30 ટકા યોજના હેઠળ સ્પોર્ટસ અેક્ટિવીટી માટે જુદી જુદી અાઉટડોર રમતના મેદાન, તેમજ પ્રેક્ષક માટે સ્ટેડિયમ બનાવાશે. અેસ.ઇ.જી. તરફથી સાત કરોડ રૂપિયા મંજૂર કરવામાં અાવ્યા છે, જયારે ત્રણ કરોડ રૂપિયા સરકાર તરફથી અાપવામાં અાવશે.

જુદી જુદી રમત જેવી કે કબડ્ડી, ખો-ખો સહિત માટે જુદા જુદા રમત મેદાન તૈયાર કરવામાં અાવશે. તો પ્રેક્ષકો જોઇ શકે તે માટે સ્ટેડિયમ બનાવાશે તેમજ 400 મીટર અેથલેટીક ટ્રેક પણ બનાવાશે. યુનિવર્સિટીના વી.સી. ડો. જયરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઅોને સ્પોર્ટસ અેક્ટિવિટી માટે કયાંય જવાની જરૂર નહીં રહે, અા પ્રોજેકટ કચ્છ યુનિવર્સિટી અને સ્પોર્ટસ અોથોરીટ અોફ ગુજરાતના સહયોગથી શરૂ કરવામાં અાવશે.

પ્રથમ ફેઝનું અેસ્ટીમેટ ગાંધીનગર મોકલાયું
સ્પોર્ટસ અોથોરિટી અોફ ગુજરાત તરફથી સાત કરોડ રૂપિયા મંજૂર થયા બાદ તમામ પ્રોજેકટ તૈયાર કરવામાં અાવ્યું હતું, જેની સૈદ્વાંતિક મંજૂરી માટે ગાંધીનગર મોકલાયું હતું. અાવતા સપ્તાહે રૂબરૂ જઇ પ્રોજેકટ અંગે ચર્ચા કરવામાં અાવશે. અેસ.ઇ.જી. તરફથી નાના-મોટા ફેરફાર કર્યા બાદ મંજુરી અાપવામાં અાવશે. અામ, દોઢથી બે માસમાં પ્રથમ ફેઝનું કામ શરૂ થઇ જાય તેવી સંભાવનાઅો છે.

સંકુલમાં ઉગી નિકળેલા બાવળ વન વિભાગને અપાશે
કચ્છ યુનિવર્સિટી સંકુલના પાછળના ભાગે ગાંડા બાવળો ઉગી નિકળ્યા છે, સ્પોર્ટસ અેક્ટિવિટી માટે પ્રથમ ફેઝની કામગીરી શરૂ થશે તે પહેલા તે બાવળોને દુર કરવા માટે વન વિભાગ સાથે સંકલન કરવામાં અાવશે. ગાંડા બાવળોમાંથી ઉપજતી રેવન્યુ કચ્છ યુનિવર્સિટીને મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...