તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ભુજ-માધાપર રીંગરોડ પર ગેરકાયદે 8 બાંધકામ પર રોક

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચમત્કારને નમસ્કાર : માથાભારે શખ્સો અંતે ઘુંટણીએ
  • ભાડાએ નોટિસ પાઠવી મંજૂરી વિનાના બાંધકામો અટકાવ્યા

ભુજ-માધાપર હાઇવે પર મંજૂરી વિના બાંધકામો થતા હોવાના ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને ભાડાએ 8 માથાભારે શખ્સોને નોટિસ પાઠવી બાંધકામો તાત્કાલિક બંધ કરાવ્યા હતા.ભુજ-માધાપર હાઇવે પરનો અમુક વિસ્તાર ભાડાની હદમાં તો અમુક વિસ્તાર માધાપર ગ્રામપંચાયતની હદમાં આવે છે. આ વિસ્તારમાં ભાડા કે, ગ્રામપંચાયતની મંજૂરી વગર બાંધકામો કરવામાં આવી રહ્યા છે. નળ સર્કલ પાસે કોમર્શીયલ દુકાનો બનાવવા માટે મંજૂરી તો પંચાયતે બેરોકટોક આપી દીધી પરંતુ એક કોમર્શીયલ બાંધકામમાં નીચેની દુકાનો બિલ્ડરે વેચી મારી છે અને એક જ માળની મંજુરી હોવા છતાં બે માળ ચઢાવી, હોટલના રૂમો પણ બનાવી નાખ્યા છે. આ રીતે રાજકીય નેતાઓની સામેલગીરીથી માથાભારે શખ્સો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વિના બાંધકામો કરાતા હોવાના ભાસ્કરના અહેવાલ ભાડાએ સ્થાનિકે તપાસ કરાવી, 8 શખ્સોને નોટિસ પાઠવી બાંધકામ બંધ કરાવ્યું હતું. ચમત્કારને નમસ્કાર મુજબ ભાડાના આકરા પગલાથી માથાભારે શખ્સો ઘુંટણીએ પડી ગયા છે.
6 માથાભારે શખ્સોએ હવે માગી મંજૂરી : મુખ્ય અધિકારી

આ અંગે ભાડાના મુખ્ય અધિકારી મનીષ ગુરવાનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, 8 જેટલા માથાભારે શખ્સો દ્વારા ભુજ-માધાપર હાઇવે પર ભાડાની મંજૂરી વિના બાંધકામ કરાતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી તમામને નોટિસો પાઠવી બાંધકામ બંધ કરાવાયું છે. જે પૈકી 6 શખ્સોએ બાંધકામની મંજૂરી માટે અરજી કરી છે પરંતુ નિયત નિયમો અનુસાર હશે તો જ મંજૂરી અપાશે નહીંતર રદ કરાશે.

ગમે તેવા મોટા માથા ભલે ને હોય કોઇને બક્ષાશે
​​​​​​​નહીંકાયદા સમક્ષ બધા સમાન છે. ગમે તેવા મોટાભાથા શું કામ ન હોય કોઇને બક્ષાશે નહીં. અત્યાર સુધી કોઇપણ પ્રકારની મંજૂરી વિના બાંધકામ થતું હતું. હજુ પણ કોઇપણ જગ્યાએ નિયત નિયમો મુજબ ભાડાની મંજૂરી વિના બાંધકામો થતા હશે તો તેના પર રોક લગાવાશે અને ભાડા દ્વારા આ કામગીરી અવિરત ચાલુ રહેશે એમ મુખ્ય અધિકારી ગુરવાનીએ જણાવ્યું હતું.

ભાડાની જેમ ગ્રામપંચાયત પણ કાર્યવાહી કરશે ?
ભુજ-માધાપર હાઇવે પરનો અમુક વિસ્તાર ગ્રામપંચાયતની હદમાં આવે છે. પંચાયતની હદમાં આવતા વિસ્તારમાં જૂની તારીખમાં મંજૂરી મેળવીને હાલે બાંધકામ થતું હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. માધાપરની સંબંધિત ગ્રામપંચાયત મોટા માથાઓને છાવરશે કે, ભાડાની જેમ કડક કાર્યવાહી કરશે તે તો આગામી સમય જ બતાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો