તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શહેરમાં દિવ્યાંગ ભિક્ષુકના મોબાઇલની લૂંટ: ગણતરીના કલાકમાં આરોપી જબ્બે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તીસરી આંખ નેત્રમ થકી ઓળખ છતી થતાં આરોપી દબોચાયો

ભુજના અનમ રીંગ રોડ દિવ્યાંગ ભિક્ષુક સાથેની મોબાઇલ લૂંટના ચકચારી બનાવમાં નેત્રમ સીસીટીવી કેમેરાના માધ્યમ થકી આરોપીની ઓળખ મેળવી એ ડિવિઝન પોલીસે ગણતરીકના કાલાકોમાં આરોપીને મુદામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. મુળ ભાવનગર શીહોરના હાલ ભુજ દાદુપીર રોડ પર બાપા દયાળી નગરમાં ખત્રી કોલોનીમાં રહેતા અને બન્ને પગે વિકલાંગ હોઇ ભીખ માગીને જીવન નિર્વાહ કરતા સલીમ રઝાક પઠાણ (ઉ.વ.44) નામના ભીક્ષુક સાથે શનિવારે સાંજે સાત વાગ્યાના અરસામાં અનમ રીંગ રોડ પર લૂંટનો બનાબવ બન્યો હતો.

કોઇ અજાણ્યો શખ્સે પાછળથી હુમલો કરીને ફરિયાદીના ખીસ્સામાંથી 5 હજારનો મોબાઇલ ફોન છીનવીને નાસી ગયો હતો. આ લૂંટને અંજામ આપનાર શામજી લક્ષ્મણ સોલંકી (દેવીપુજક) નામના શખ્સને એ ડિવિઝન પોલીસે દબોચી લીધો હતો.

એ ડિવિઝન પોલીસ મથકમાં શનિવારે રાત્રે દસ વાગ્યે ફરિયાદ નોંધાતાં આરોપીને શોધવા પોલીસે કમર કસી હતી દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાના આધારે આરોપીને ઓળખી લઇને એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ કિશોરસિંહ બી જાડેજાએ બાતમીના આધારે આરોપી શામજીને રામનગરી દશામાના મંદિરની બાજુમાં તેના રહેણાકના ઘરમાંથી મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે, કેમ તે સહિતની પુછતાછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...