તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડિયા લૂંટનો મામલો:અંજારમાં લૂંટમાં ગયેલી કાર ભચાઊના ચિરઈ પાસેથી મળી આવી, લૂંટ માટે ઉપયોગમાં લેવાયેલું બાઈક ચોરાઉ હોવાનું ખૂલ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર - Divya Bhaskar
ભોગ બનનાર આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર
  • અંજારમાં સોમવારે રાત્રે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 62 લાખની લૂંટ થઈ હતી

પૂર્વ કચ્છના અંજારમાં સોમવારે સાંજે થયેલી 62 લાખની સનસનીખેજ આંગડિયા લૂંટ મામલે પોલીસને આજે લૂંટમાં ગયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે કારનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સોમવારની ઢળતી સાંજે અંજારમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી કાર, સોનાની માળા અને 62 લાખ રોકડ સહિત કુલ 65.85 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં રૂપિયા સાથે લૂંટાયેલી કાર ભચાઉના નવી મોટી ચિરઈ ગામ નજીક બિનવારસુ હાલતમાં મળી આવી હતી.

આ અંગે પૂર્વ કચ્છના એસ પી. મયુર પાટીલે મંગળવારે આયોજિત પ્રેસ કોંફરન્સમાં વિગતી આપતા જણાવ્યું હતું કે, અંજારની એન.આર. જુના આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર પાસેથી રોકડ તેમજ કાર સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવી ભોગ બનનારની સ્વીફ્ટ કાર લઈ લૂંટારું નાશી છૂટ્યા હતા. જે કાર લૂંટારુઓએ ભચાઉ તાલુકાના નવી મોટી ચિરઈના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકની બાવળની ઝાડીમાં મૂકી દઈ પ્રથમ બાવળ અને ત્યારબાદ કાગળ બળે પુરાવાના નાશ કરવાના ઇરાદે સળગાવવાના પ્રયત્ન કર્યા હતા. જે બાદ એલ.સી.બી, ભચાઉ પોલીસ, અંજાર પોલીસ, એફ.એસ.એલ, ડોગ સ્કોડ વગેરે દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર માંથી જે રીતે ભોગ બનનારે પોલીસમાં નિવેદન આપ્યું છે તે મુજબ મરચાની ભૂકી પણ મળી આવી હતી.

એસ.પી.એ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાવ બનતાની સાથે જ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરી નાખવામાં આવી હતી. ઉપરાંત જ્યાં લોકેશન મળ્યા હતા ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. લૂંટારૂઓએ કારમાં રહેલો મોબાઈલ ફેંકી દીધો હોવાથી તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. હાલે પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્ટના આધારે તપાસ કરી રહી છે. જેથી ટુક સમયમાં ગુનાનો ભેદ ઉકેલી લેવાશે તેવો પણ તેમણે દાવો કર્યો હતો.

લૂંટમાં ગયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી
લૂંટમાં ગયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી

અંજાર શહેરના ખત્રી ચોક પાસે શીતલ આઈસ્ક્રીમ પાછળ 12 મીટર રોડ પર આવેલી એન. આર. આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર સોમવારે મોડી સાંજે ઓફીસ વધાવી ઘરે જવા કારમાં નીકળ્યા હતા, તેજ સમયે એક ટુ વહીલર સ્કૂટર (એક્ટિવા) સામેથી આવીને કાર સાથે અથડાયું હતું. જે અંગેની બોલાચાલી દરમિયાન બે અજાણ્યા ઈસમોએ આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કરને કારમાંથી બહાર કાઢીને કાર હંકારી ગયા હતા. કારમાં રહેલી રૂ. 62.88 લાખની રોકડ સાથે લૂંટારુઓ ફરાર થઇ જતાં સંચાલકે બૂમાબૂમ કરી મૂકી હતી. પણ લૂંટારુઓ હવામાં ઓગળી ગયા હતા.

પોલીસે રાત્રિના સમયે જ જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે સવારે લૂંટમાં ગયેલી કાર ભચાઉના ચીરઈ ગામ પાસેના ધોરીમાર્ગના સર્વિસ રોડના માર્ગની બાજુમાંથી બિન વારસી હાલતમાં મળી આવી હતી. આ મામલે ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યું હતું કે, લૂંટ કરાયેલી સ્વિફટ કાર ન. જીજે24 એએ 3423 ચીરઈ પાસેથી વહેલી સવારે મળી આવી છે. લૂંટારુઓનો પકડવા માટે રાત્રિથીજ પોલીસની અલગ અલગ ટીમ તપાસ કાર્યમાં સક્રિયપણે કાર્યરત છે. આ માટે તમામ પાસાઓની ઝીણવટભરી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

લૂંટમાં ઉપયોગમાં લેવાયું બાઈક ચોરીનું હોવાનો ખુલાસો
અંજારમાં સોમવારે રાત્રિના સમયે 62 લાખ રૂપિયાની થયેલી આંગડિયા લૂંટમાં લૂંટારુઓે જે મોટર સાયકલનો ઉપયોગ કર્યો હતો તે ચોરીનું હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારુઓએ આ ચોરીનું મોટર સાયકલ પહેલા ભોગ બનનાર આંગડિયા પેઢીના સંચાલકની કાર સાથે અથડાવ્યું હતું અને ઝઘડો કર્યો હતો. આ સમયે જ આંગડિયા પેઢીના સંચાલકને કારની બહાર ખેંચી લૂંટારાઓ રોકડ રકમ સાથે કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે જણાવ્યું હતું કે, જે મોટરસાયકલનો ઉપયોગ થયો છે તે મોટર સાયકલની અંજારના રામકૃષ્ણ મહાવીર નગરમાંથી બે દિવસ પહેલા ચોરી થઈ હતી. પોલીસ હાલ લૂંટારુઓને ઝડપવા અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.

બાઇક ચોરીની ફરિયાદ ન લેનાર અધિકારી વિરુદ્ધ આકરા પગલાં લેવાશે- એસ.પી.
અંજાર પોલીસ મથકે આયોજિત પ્રેસ કોન્ફ્રાન્સ દરમ્યાન જ્યારે પત્રકારો દ્વારા બાઈક ચોરીની ફરિયાદ શા માટે માંથી લેવાતી તેવો પ્રશ્ન કરતા તેના પ્રતિઉત્તરમાં એસ.પી.એ જણાવ્યું હતું કે, દરેક ફરિયાદ બાદ એસ.પી અને આઈ.જી કચેરીએથી ફરિયાદ મોડી લેવાઈ છે કે નહીં તે તપાસ કરવા માટે ફરિયાદીને ફોન કરવામાં આવ્યા છે અને તેમાં કસૂર કરનાર અધિકારીને દંડ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં પણ જો બાઈક ચોરીની ફરિયાદ મોડી દાખલ થઈ હોવાનું સામે આવશે તો દંડ ફટકારવા સહિતના આકરા પગલાં ભરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

મોર્નિંગ વોક કરવા નીકળેલા વ્યક્તિને બાવળની ઝાડી વચ્ચે કાર દેખાઈ
આ અમગે મળતી માહિતી મુજબ ચિરઈના ભરતસિંહ હેતુભા જાડેજા નામના વ્યક્તિ મંગળવારની સવારે સવારે 6.30 વાગ્યે મોર્નીગ વોકમાં નીકળ્યા હતા. તે દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં બાવળની ઝાડીઓ વચ્ચે બિનવારસુ મુકેલી કાર નજરે ચડતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઇકની ચોરી થયાની ફરિયાદ લૂંટના બનાવ બાદ નોંધાઈ
આંગડિયા પેઢીના સંચાલકને લૂંટતા પહેલા લૂંટારૂઓએ પૂરું આયોજન કર્યું હતું અંર અંજારના રામકૃષ્ણ મહાવીર નગરના રહેણાંક મકાન પાસે પાર્ક કરેલી હોન્ડા સાઈનની ચોરી કરી હતી. જે બાબતે શનિવારે જ જેમની બાઈક ચોરાઈ હતી તે ખુશાલભાઈ ભરતભાઇ ઠક્કર અંજાર પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું. પરંતુ ફરજ પરના પી.એસ.ઓ.એ ફરિયાદ લેવાની જગ્યાએ માત્ર જાણવા જોગ દાખલ કરી હતી. જેથી ખુશાલભાઈ દ્વારા ફરી સોમવારે ફરિયાદ દાખલ કરાવવા માટે અંજાર પોલીસ મથકે જતા તેમની બાઈકનો ઉપયોગ લૂંટમાં કરાયો હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...