તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાલિકાએ રોડ બનાવ્યા પછી લાઈનો પાથરવા ફરી તોડ્યા !, લાભ શુભ સોસાયટી, હિલગાર્ડન, બાપા દયાળુ નગર સહિતના રસ્તા ફરી બિસ્માર

ભુજ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં નગરપાલિકાઅે દિવાળી સમયે રોડ બનાવવાની નોંધનીય કામગીરી કરી છે. પરંતુ, ડ્રેનેજ બ્રાન્ચે સારા સારા રોડનો સત્યાનાશ વાળવાનો ઠેકો લીધો હોય અેમ શહેરમાં રોડ ખોદવાનું શરૂ કરી દીધું છે, જેથી પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. પરંતુ, મુખ્ય અધિકારી કે લોક પ્રતિનિધિઅોના પેટનું પાણી હલતું નથી. ભુજ નગરપાલિકાકઅે લાશ શુભ સોસાયટીમાં અેકાદ મહિના પહેલા અંદાજે 7થી 8 લાખ રૂપિયાના ખર્ચે ઈન્ટરલોક બ્લોક પાથર્યા હતા, જેથી અાખી સોસાયટીના માર્ગો નગરપાલિકાની કામગીરીને પ્રશંસા કરવા મજબૂર કરી દેતા હતા.

પરંતુ, ડ્રેનેજ બ્રાન્ચે ઠેકેદાર સાથે ધંધાકીય સંબંધો સ્થાપી દીધા હોય ગટરની લાઈન પાથરવા અેમ ઠેરઠેર ઈન્ટરલોક બ્લોક ઉખેડી ફેંકી દીધા છે, જેથી સ્થાનિક રહેવાસીઅો તો ઠીક રાહદારીઅોના જીવ પણ કચવાઈ રહ્યા છે. અેવી જ રીતે રેલવે સ્ટેશન પાસે બાપા દયાળુ નગરમાં પણ 6 લાખના ખર્ચે બનેલો સી.સી. રોડ ખોદી નાઈનો પાથરવાનું શરૂ કર્યું છે, જેથી રસ્તો બિસ્માર થઈ ગયો છે. હિલગાર્ડ પાસે ગોલાઈમાં અાર. અેન્ડ બી. સ્ટેટ દોઢેક વર્ષ પહેલા બનાવેલો અફલાતુન રિંગ રોડ ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચે 6 માસ પહેલા જ ગટરની લાઈન પાથરવા તોડ્યો હતો. અેજ સ્થળે ફરી ગટરની લાઈન બેસી ગઈ છે, જેથી ફરી ખોદકામ શરૂ કરી દીધું છે. તાજેતરમાં મંગલમ પાસે રોડ બન્યા અે પહેલા ખોદકામ કર્યું હતું અને રોડ બની ગયા બાદ ફરી ખોદકામ કર્યું, જેથી રોડનો સત્યાનાશ વળી ગયો છે. શહેરમાં અેવું ઠેરઠેર થઈ રહ્યું છે.

5 વર્ષમાં 10 કરોડ ખર્ચાઈ ગયા
ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચે લાઈન બદલવાના ખર્ચથી બચવા 1.50 કરોડ ખર્ચીને બે મશીન મંગાવ્યા હતા. પરંતુ, લાઈનો બદલવાનું હજુ પણ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અેકાદ વર્ષમાં 10 કરોડ રૂપિયા માત્ર લાઈનો બદલવા પાછળ ખર્ચી નાખ્યા છે. પરંતુ, રોડ બનાવવાના ખર્ચ ઉપર પાણી ફેરવ્યું અે અલગ ખર્ચ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો