‘માર્ગ મરામત મહા અભિયાન’:માર્ગ-મકાન મંત્રીને ટ્વીટ કર્યા બાદ કચ્છના માર્ગોની મરામત હાથ ધરાઇ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સએપ પર વિગત મૂકવા કરી હતી અપીલ : ‘માર્ગ મરામત મહા અભિયાન’ હાથ ધરાયું

ગત મહિને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીઓના રાજીનામા માંગી અને ભાજપની કેન્દ્રીય સમિતિએ નવું મંત્રીમંડળ ઊભુ કર્યું. આગામી વિધાનસભા ચુંટણીથી એક વર્ષ અગાઉ આ ફેરફારથી લોકોને ફાયદો એ થશે કે નવનિયુક્ત મંત્રીઓ કંઇક વિશિષ્ટ પ્રદાન આપવાની હોડમાં લોકલક્ષી કાર્યો કરશે. જેના ભાગરૂપે ગત મહિને માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ‘માર્ગ મરામત મહા અભિયાન’ અંતર્ગત લોકોને ખરાબ માર્ગોના ફોટા અને વિગત વોટ્સ નંબર પર મૂકવા અપીલ કરી હતી, જેના પરિણામ સ્વરૂપ જે તે માર્ગની ખસ્તા હાલત તસવીર સાથે મંત્રાલયમાં વિગત મળી, જેને આ ખાતાની જિલ્લા કક્ષાએ મૂકી મરમ્મત નું કામ શરૂ કર્યું છે.

કચ્છ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમા આવેલા રાજ્યધોરી માર્ગને ચોમાસાના ભારે વરસાદને કારણે નુકશાન થયું છે જેના સુધારણાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ માર્ગો પર જુદી જુદી ટીમ કામે લગાડી, માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામા આવી છે. વરસાદી પાણીને કારણે વિવિધ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. જેમાં ભુજથી લખપત રોડ પર તેમજ હાલારા-રામપર-વિજપાસર-આમલીયારા-જંગી જોડતા માર્ગ રાજ્ય ધોરીમાર્ગોનુ સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ કામ થઈ રહ્યા છે, તેવું કચ્છ જિલ્લાના કાર્યપાલક ઇજનેર વી.એન વાઘેલાએ જણાવ્યું હતું.

આ માર્ગનો વારો ક્યારે આવશે ?
જિલ્લાના અનેક રસ્તાઓ ખરાબ થયા છે. જેમાં મુખ્ય ભુજ ભચાઉ રોડ છે, તો ભુજથી નલિયા જતા રસ્તા પર બીટા ગામ પહેલા 2 કીમી અંતરે આવેલ પુલ, બીટા ગામ પછી અદાણી પાવર પ્લાન્ટ પાસેનો ખાડો, ધુફી ગામ પહેલા અને પછી તરત જ ખૂબ ખરાબ રસ્તો, આ જ માર્ગ પર રોહા ગામથી સણોસરા ગામ સુધીનો 4 કીમી સુધીનો સમગ્ર રોડ (90% ખરાબ), રાતાતળાવ ગામ પહેલા આવતો પુલ પરનો ભાગ, નલિયાથી દેશલપર સુધીનો ડાબી તરફનો માર્ગ પર મોટા ભાગના પેચ ઉખડી ગયા છે. આ બધી વિગત જાગૃત શિક્ષક બ્રિજેશ ભટ્ટે મંત્રીને વોટ્સ એપ પર મેસેજ દ્વારા જણાવેલ છે, જોવાનું એ છે કે મરમ્મત થાય છે કે નહિ.

અન્ય સમાચારો પણ છે...