તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઢંગા સ્પીડબ્રેકર:ભુજમાં રોડ નવા બન્યા પણ ઠેર ઠેર કઢંગા સ્પીડબ્રેકરની ભરમારે મજા બગાડી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈજનેરી કાૈશલ્ય વિના બનતા બમ્પ વાહન ચાલકો માટે ઊભા કરે છે કમરના દર્દ
 • વગદારોઅે અાડેધડ ડામર અને કપચી પથરાવી

ભુજ નગરપાલિકાઅે દિવાળી પહેલાથી અાખા ભુજ શહેરમાં ડામર રોડના રિસર્ફેસિંગ કામ શરૂ કરી દીધા અને શહેરનો મોટોભાગ અાવરી પણ લીધો છે. જેની ચોમેરથી પ્રશંસા પણ થઈ રહી છે. પરંતુ, હવે ઠેરઠેર કઢંગા સ્પીડબ્રેકર બનાવી રોડની મજા જ બગાડી નાખી છે. જેની પણ ચોમેરથી ટિકા થઈ રહી છે.

ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચે રોડ વચ્ચે ખોદકામ કરી રોડની મજા બગાડ્યા બાદ ઈજનેરી કાૈશલ્યા વિના ચેમ્બરને ઊંચે લાવી ઢાંકડા બેસાડવાનું શરૂ કર્યું હતું. જેની પણ ટિકાઅો થઈ હતી. જે ટિકાઅો હજુ સમે અે પહેલા હવે રોડ ઉપર વગદારોના ઈશારે અાડેધડ ડામર અને કપચી પાથરી રોડના રૂપ રંગ જ બદલી નાખ્યા છે. ઈજનેરી કાૈશલ્ય વિના બમ્પ બનાવી વાહન ચાલકો માટે કમરના દર્દ વધારી દીધા છે. ખાસ કરી મંગલમ ચાર રસ્તા પાસે તો વાહનચાલકો માટે માથાના દુખાવા રૂપ બમ્પ બની ગયા છે.

ભુજ શહેરની જનતા સહનશક્તિ ધરાવે છે અને સંબંધિત તંત્રો પાસે રજુઅાત કરવામાં નિષ્ક્રીય રહે છે. પરંતુ, કેટલાક કહેવાતા સામાજિક કાર્યકરો ભુજ નગરપાલિકા ઉપર દબાણ લાવી શોભામાં અભિવૃદ્ધિ કરવાને બદલે માર્ગોને કાબરચિતરા કરવામાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો