ખાતમુહૂર્ત:કનૈયાબે-જવાહરનગર સુધીના રસ્તાનું રૂા. 460 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે

મોખાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી ખખડધજ માર્ગના કારણે વાહનચાલકોને પડતી હતી પારાવાર મુશ્કેલી
  • ખાતમુહૂર્ત સાથે માર્ગનું કામ ગુણવત્તાયુક્ત અને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઇ

ભુજ તાલુકાના કનૈયાબેથી જવાહરનગરને જોડતા માર્ગનું 460 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં અાવશે અને બુધવારે તેના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.તાલુકાના કનૈયાબેથી ડગાળા, મોખાણા અને જવાહરનગરને જોડતા રસ્તાનું 460 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે. પૂર્વમંત્રી વાસણ આહીરે માર્ગના કામનું ખાતર્મુહત કરી, રસ્તાનું કામ સારી ગુણવત્તાયુક્ત કરી, તેને ઝડપથી પૂરું કરવા તાકીદ કરી હતી. છેલ્લા લાંબા સમયથી અા માર્ગની હાલત ખખડધજ હાલતમાં છે, જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

જો કે, સાત ગામોને આવરી લેતા આ રસ્તાનું નવીનીકરણ થવાથી રાહદારીઓને પડતી મુશ્કેલીનો હવે અંત આવશે. માર્ગના કામના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત શાસકપક્ષના નેતા હરિ હીરાભાઈ જાટિયા, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયા ગોપાલભાઈ આહીર, તાલુકા પંચાયતના સદસ્ય મહેશ માતા, R&B ના અધિકારી વી.એન.વાઘેલા, ચિરાગ ડુડિયા તેમજ આસપાસના ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, લાંબા સમયથી આ રસ્તો ખખડધજ હાલતમાં હોવાના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અંતે ગ્રામજનોની માંગ સંતોષાઇ જતા રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હવે આ રોડ ઝડપથી બની જાય તેવી માંગણી ઉઠવા પાંમી છે.

અન્ય સમાચારો પણ છે...