તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ભુજ-ભચાઉ હાઇવે પરના લાખોંદ પાટિયાથી કાળીતલાવડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં, 20 ગામના લોકોને હાલાકી

ભુજએક મહિનો પહેલા
ખાડાની સમસ્યાથી લોકો ત્રસ્ત
  • વર્ષ 2014માં લાખોના ખર્ચે બનેલો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
  • અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પ્રકારે રસ્તાનું સરખી રીતે સમારકામ નથી થયું

ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ દેશની આઝાદી બાદ ખાસ સરહદે ફરજ બજાવવા જતા સૈનિકોના ઉપીયોગ માટે તૈયાર કરવામાં આવ્યો હતો જે સમયાંતરે લોક ઉપીયીગી બનવા પામ્યો છે. તેવા માર્ગે 2014માં પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત લાખો રૂપિયા ખર્ચે સાડા છ કિલોમીટર સુધીના રસ્તાનું કાર્ય સંપન્ન કરાયું હતું. ત્યારબાદ આહિરપટ્ટીના ગામડાઓ માટે મહત્વનો આ માર્ગ આદિપુરના ભીમજી વેલજી સોરઠીયા નામના કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવ્યો હતો. પરંતુ લાખોદ પાટિયાથી કાલી તલાવડી સુધીમાં આ સડકની દરકાર ન લેવાતા બીસ્માર બની જવા પામ્યો છે.

આ સસ્તા પર 20 જેટલા અનેક ગામોના લોકોની રોંજીંદી આવન-જાવન રહે છે. જેમાં લાખોંદ, કાળીતલાવડી, ચપરેડી, અટલનગર, વરનોરા, ત્રાયા અને રાયધણપર સહીત 20 જેટલા અનેક ગામોનો સમાવેશ થાય છે. આ અંગે આહીર પટ્ટીના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અધિકારી અને કોન્ટ્રક્ટરની મિલીભગતનો ભોગ આ વિસ્તારના વાહનચાલકો બની રહ્યાં છે. રોડની ખખડધજ હલતના કારણે અનેક અકસ્માતો થતા રહે છે. બાઈક અને કાર જેવા વાહનોમાં પંચર પડી જવાથી અને ભારે માલવાહક વાહનોના પાટા તૂટી જતા આર્થિક ખર્ચ વેઠવો પડે છે.

સ્થાનિરોએ પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, માર્ગ બન્યાના પાંચ વર્ષ સુધીના સમયગાળાને સરકાર કોન્ટ્રાકટરને ખામી પૂરવા જવાબદારી આપતી હોય છે અને તે માટે સમયગાળો નક્કી કરતી હોય છે. આ રસ્તાની તારીખ 10-8-2014થી લઇ 10-8-2019 સુધી ડી.એલ.પી માર્ગદર્શિકા હેઠળ આ કોન્ટ્રાકટરની કામ કરવાની અને અધિકારીઓની ખરાઈ કરવાની જવાબદારી હતી. જે બંને ચુક્યા છે. વર્ષ 2014-15 માટે રૂ. 0.96 લાખ, 2015-16 માટે રૂ. 1.28 લાખ, 2016-17 અને 2017-18 માટે બન્ને મળીને રૂ. 3.20 લાખ ફાળવાયા છે. આમ કુલ રૂ. 5.44 લાખ જેટલી રકમ મરમત માટે ફાળવાઈ છે, પરંતું એમાંથી એક રૂપિયાનું પણ સમારકામ કરાયું નથી.

રોડ બંધ કરવાની ફરજ પડશે
ગ્રામજનો દ્વારા માર્ગના સમારકામ બાબતે અનેક રજૂઆતો તંત્ર સમક્ષ કરાઈ છે, પણ હજુ સુધી કોઈજ કામ થયું નથી. મુખ્યમાર્ગ બંધ કરવાની ચીમકી આપી હતી ત્યારે સમારકામ કરાયું હતું એ પણ થિંગડા જેવું. જે હાલની કોરોના મહામારીમાં દર્દીઓને લઈ જવા માટે અતિગંભીર બની રહે છે. એવું પૂર્વ વિપક્ષ નેતા-ભુજ તાલુકા પંચાયતના રાજેશ ખુંગલાએ જણાવ્યું હતું.

સ્થાનિક કોંગ્રેસ આગેવાન રવજીભાઈ હેઠવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ કિન્નાખોરી કરી રસ્તો નથી બનાવતી પ્રધાનમંત્રી ગ્રામસડક યોજનાનો આ માર્ગ વર્ષ 2001માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યારે બન્યો હતો, ત્યારબાદ માત્ર બિલ પાસ કરાવવા જ ઓન પેપર કામ થયું છે. આ વિસ્તારના ગામડામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોતા ભાજપ શાસિત તંત્ર રસ્તો બનાવતા નથી

માત્ર થિંગડથાગડ કરાય છે, કામ નથી થતું
આ વિસ્તારના 19 જેટલા ગામને જોડતા માર્ગમાં છેલ્લા 6 વરસથી માત્ર થાગડ થિંગડ કામ થયું છે. અહીંથી ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સનું નીકળવું અત્યંત મુશ્કેલ છે. ખાડાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે.

મેન્ટેનન્સ ખર્ચ વધી ગયો
શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે, અમારે દરરોજ અહીંથી નીકળવાનું હોય છે. ખાસ કરીને વાહનોનું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું છે. 20 વર્ષથી આ માર્ગ પર માત્ર થિંગડા જ કરાય છે કોઈ કામ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...