હાલાકી:છેલ્લા 1 વર્ષથી બાંધકામ સામગ્રીના વધતા ભાવે ઠેકેદારોને રડાવી દીધા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ટેન્ડર ભર્યા બાદ લાખના બાર હજાર જેવો તાલ સર્જ્યો
  • રેતી, કાંકરી, સિમેન્ટ અને લોખંડના ખર્ચમાં અેસ્ટીમેન્ટ કામ નથી અાવતા

ભારતમાં છેલ્લા અેકાદ વર્ષથી પેટ્રોલ અને ડિઝલમાં સતત ભાવ વધારાઅે દરેક ચીજ વસ્તુઅોના પરિવહન ખર્ચ વધારી દીધા છે, જેથી ઘરનો રાશન બજેટ તો ઠીક પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅો અને સરકારી કચેરીઅોમાં ટેન્ડર ભર્યા બાદ લાખના બાર હજાર કરવા જેવો તાલ ઠેકેદારોનો થઈ રહ્યો છે. કેમ કે, ચીજ વસ્તુઅોના સતત ભાવ વધારાને કારણે ડામર, કપચી, રેતી, કાંકરી, સિમેન્ટ અને લોખંડના ખર્ચમાં અેસ્ટીમેન્ટ કામ નથી અાવતા.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅો અને સરકારી કચેરીઅોમાં માર્ગ, મકાન સહિતના બાંધકામ માટે ટેન્ડર મંગાવવામાં અાવતા હોય છે. જેની લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે, જેથી સામાન્ય રીતે ઠેકેદાર 5થી 10 ટકાના ભાવ વધારાનો અંદાજ બાંધીને ટેન્ડર ભરતા હોય છે. પરંતુ, છેલ્લા અેકાદ વર્ષથી પેટ્રોલ અને ડિઝલમાં સતત ભાવ વધારાથી ચીજ વસ્તુઅોના પરિવહન ખર્ચ વધે છે. જે છેવટે ચીજ વસ્તુઅોની કિંમત ઉપર ચડે છે, જેથી ચીજ વસ્તુઅોની કિંમત પણ વધી જાય છે. કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલી વ્યક્તિઅોઅે જણાવ્યું હતું કે, ટેન્ડર ભરતી વખતે ડામર, કપચી, રેતી, કાંકરી, સિમેન્ટ અને લોખંડના જે ભાવ હોય અેમાં અેકાદ વર્ષમાં 5થી 10 ટકાનો વધારો અાવશે અેમ સમજી ભાવ ભર્યા હોય છે.

પરંતુ, અેકાદ વર્ષમાં જ સરેરાશ 20થી 50 ટકાનો ભાવ વધારો અાવી ગયો છે, જેથી લાખના બાર હજાર કરવા જેવો તાલ સર્જાયો છે. અામ, અેક માત્ર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો દરેક ચીજ વસ્તુઅોના ભાવ વધારી દે છે. અેક અંદાજ મુજબ ઘરસંસાર માંડી બેઠેલા ઘર વપરાશ માટે અેજ ચીજ વસ્તુઅો ખરીદે છે. અેમા કોઈ વધારો ઘટાડો નથી થયો. અામ છતાં મહિને 5000 રૂપિયાનો બોજ વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...