તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ગાંધીધામમાં રિક્ષા ચાલક યુવકની છરીના ઘા મારી હત્યા, આરોપી ફરાર

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાર્ગો ઝૂંપડપટ્ટીમાં હત્યાના બનાવથી ચકચાર મચી

પંચરંગી શહેર ગાંધીધામ ખાતે ગઈકાલે મોડી સાંજે કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક રિક્ષા ચાલક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ બનવા પામ્યો હતો. કોઈ કારણોસર રિક્ષા રોકવી અન્ય યુવકે હત્યાને અંજામ આપી નાશી ગયાનો મામલો પોલીસ દફતરે નોંધાયો છે.

ગાંધીધામ બી ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારના બાપા સીતારામ વસાહતમાં રહેતા આરોપી જયેશ ચમનલાલ પરમારે આજ વસાહતમાં રહેતા 30 વર્ષીય રાજુ કાંતિલાલ બારોટને પેટના ડાબી બાજુ છરીનો તીવ્ર ઘા મારીને હત્યાં કરી હતી.

આરોપીએ ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ હતભાગીની રિક્ષાને માર્ગ વચ્ચે ઉભા રહીને અટકાવી ગાળાગાળી કરીને ઝગડો શરૂ કરી દીધો હતો અને પોતાના પાસે રહેલી છરી વડે રાજુના પેટમાં વાર કરી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. મૃતકના ભાઈ ગણપત કાંતિલાલ બારોટે આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...