ક્રાઇમ:રેલ્વે સ્ટેશને મુસાફર મુદે રિક્ષા ચાલકનો તૂફાનવાળા પર હુમલો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નલિયાના બે ભાઇ જખ્મી, ભુજના બે ભાઇ સામે ફરિયાદ

ભુજના રેલ્વે સ્ટેશનના પાર્કિગમાં પેસેન્જર બેસાડવા મુદે નલિયાના તૂફાન જીપના ચાલકો અને ભુજના રિક્ષા ચાલકો વચ્ચે ધડબડાટી બોલી હતી. જેમાં લોખંડના પાઇપથી હુમલો કરાતાં બે ચાલકોને ગંભીર ઇજાઓ તળે સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીધામ રેલ્વે પોલીસ મથકમાં ભુજના બે ભાઇઓ વિરૂધ ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના નલિયા ખાતે ભજીર ફળિયામાં રહેતા અને પેસેન્જર તૂફાન જીપ ચલાતા શબ્બીર જાફર ભજીર (ઉ.વ.23), અને તેમનો ભાઇ જાકબ જાફર ભજીર બન્ને જણાઓ ભુજ રેલ્વે સ્ટેશન પર બુધવારે સવારે પાર્કિંગમાં પોતાના વહન રાખીને સવારે નવ વાગ્યાના અરસામાં પેસેન્જરોને બેસાડવા બોલાવતા હતા તે દરમિયાન પેસેન્જરના ભાડા અને પોતાના વાહનમાં લઇ જવા બાબતે ભુજના છકડો રિક્ષા ચાલક સાથે બાલા ચાલી થઇ હતી.

જેમાં ભુજના છકડો રિક્ષાના ચાલક સાજીદ કાસમ ગગડા, જાવેદ કાસમ ગગડા અને અન્ય વ્યક્તિઓએ ફરિયાદી અને તેના ભાઇને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. બન્ને ઘાયલો તેમનો ભાઇ સલીમ જાફર ભજીરએ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અને ગાંધીધામ રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...