તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:શહેરના પ્રાગસર સહિત 42 તળાવોને પુનર્જિવિત કરો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી સમસ્યા નિવારવા માટે પાલિકાને અાપ દ્વારા સૂચનો

ભુજમાં પાણીની સમસ્યા નિવારવા માટે તેની અાસપાસ અાવેલા 42 તળાવોને પુનર્જિવિત કરવા માંગ ઉઠી રહી છે.

પાલિકાની ચૂંટણી સમયે અામ અાદમી પાર્ટીના કાર્યકરોઅે પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કરોડોના ખર્ચે બનેલા અને વર્ષોથી બંધ પડેલા આ પ્લાન્ટ લોકોને ક્યારે ઉપયોગી બનશે. શહેરીજનોને 28 mld શુદ્ધ પાણીની જરૂરિયાત છે અને આ પાણી સત્વરે મળવું જોઈએ તેવી માંગ કરાઇ હતી, જેના પગલે પાલિકાની નવી બોડી જે બની તેની ઊંઘ ઉડી અને તેમણે નર્મદાના આ વર્ષોથી બંધ પડેલા પ્લાન્ટને ચાલુ કરાવ્યા છે. નર્મદાનું પાણી પ્લાન્ટમાં ફિલ્ટર થશે અને આ પાણી ભુજનો સફર કરી લોકોના ઘરના નળ સુધી શુદ્ધ પહોંચે તે જરૂરી છે કારણ કે, વર્ષાઋતુમાં આ શુદ્ધ પાણી સાથે ગટરના પાણી મિક્સ ન થાય તેની તકેદારી રાખવી અનિવાર્ય છે. ભુજ અત્યારે નર્મદાના પાણી પર નિર્ભર છે, ભવિષ્યમાં આ નર્મદાના પાણીની લાઇનમાં કયાંય ભંગાણ પડ્યું તો ભુજનું શું?. ભુજને પાણી માટે આત્મનિર્ભર કરવા માટે આસપાસ પ્રાગસર, ઉપાસર જેવા કુલ 42 તળાવો આવેલા છે, જેને પુનર્જિવિત કરવા સહિતના સુચનો અામ અાદમી પાર્ટીઅે પાલિકાને કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...