બેઠક:કચ્છમાં આજે 19 સ્થળોએ યોજાનારા કાર્યક્રમોની સમીક્ષા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને કચ્છમાં 19 સ્થળોઅે યોજાનારા કાર્યક્રમ અંતર્ગત કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાસ્તરેથી પૂર્વ તૈયારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.તા.17-9ના કચ્છમાં 19 સ્થળોએ વિવિધ સહાય યોજના અને તે અંગે કરાયેલી પૂર્વ તૈયારી બાબતે કલેકટર પ્રવીણા ડી.કે.એ સંબંધિત અધિકારીઅો પાસેથી વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

બેઠકમાં દસ તાલુકા અને સાત પાલિકા ઉપરાંત ભુજ અને ગાંધીધામ ખાતે પણ અન્ય બે કાર્યક્રમોની વ્યવસ્થા સાથે ઉજ્જવલા-2, સ્વચ્છ ભારત મિશન તેમજ મુખ્યમંત્રી બાળ સહાય યોજના, કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝના 100 ટકા કોરોના રસીકરણ કરેલા ગામોના સરપંચોના સન્માન અને ગ્રાસરૂટ લેવલ સુધી વેક્સિનેશનની તૈયારી બાબતે સમીક્ષા કરાઇ હતી.

કલેકટરે તાલુકાવાર ભુજ પ્રાંત અતિરાગ ચપલોત, અંજાર પ્રાંત ડો.વી.કે.જોશી, નાયબ કલેકટર કલ્પેશ કોરડિયા, ભચાઉના ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રા પ્રાંત કે.જી.ચૌધરી, અબડાસા પ્રાંત પ્રવીણસિંહ જૈતાવત, નખત્રાણા પ્રાંત ડો.મેહુલ બરાસરા, લખપત મામલતદાર એ.એન.સોલંકી અને રાપર પ્રાંત જયકુમાર રાવળ સાથે ચર્ચા કરી હતી.

નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા સોલંકી, જી.ડી.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, ભુજ શહેર મામલતદાર સી.આર.પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...