આવક:7-12ના ઉતારા પેટે 3 વર્ષમાં 2.24 કરોડની આવક, ​​​​​​​ભુજ તાલુકાએ સૌથી વધુ 41.99 લાખ રળી આપ્યા, સૌથી ઓછી રકમ મુન્દ્રાની માત્ર 7.18 લાખ

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના ઇ-ધરા કેન્દ્રોમાંથી કાઢી અપાતા જમીનના મહત્વના આધારોની એક નકલ પેટે વસુલાતા રૂપિયા પ-પ થકી સરકારી તિજોરી છલકાઇ
  • હવેથી મોબાઇલમાં પણ ઓનલાઇન નકલ મળી શકશે

કચ્છમાં જમીનના 7-12, 8-અ, હક્કપત્રક નમૂના 6 સહિતના ઉતારા પેટે 3 વર્ષમાં 2.24 કરોડની અાવક થઇ છે, જેમાં કચ્છના 10 તાલુકામાંથી ભુજ તાલુકો 41.99 લાખ સાથે ટોપ પર છે જયારે સાૈથી અોછા મુન્દ્રા તાલુકાઅે માત્ર 7.18 લાખ રળી અાપ્યા છે. ખેતીની જમીન માટે નમૂના નં.7 અને 12, 8-અ, હક્કપત્રક નમૂના નં. 6 (નોંધ) વગેરે મહત્વના અાધારો છે, જે અાધારો પબ્લિક રેકર્ડ છે અેટલે કે, સરકારની વેબસાઇટ પર ગમે તે વ્યક્તિ જોઇ પણ શકે છે.

તાજેતરમાં સરકારે જાહેરાત કરી છે કે, હવેથી જમીનના 7,12, 8-અ, હક્કપત્રક નોંધ વગેરેની અોનલાઇન માન્ય નકલ મેળવી શકાશે ત્યારે કચ્છના તમામ ઇ-ધરા કેન્દ્રોમાં રૂ.5 અેક નકલ મુજબ ત્રણ વર્ષમાં થયેલી કામગીરી પર ડોકિયું કરીઅે જિલ્લાના 10 તાલુકાઅે 3 વર્ષમાં અેટલે કે, વર્ષ 2018-19થી વર્ષ 2020-21માં સત્તાવાર રીતે 2,24,12,105ની અાવક તંત્રને રળી અાપી છે, જેમાં સાૈથી વધુ ભુજ તાલુકાઅે 41,99,765 જયારે સાૈથી અોછી રકમ મુન્દ્રા તાલુકાઅે રૂ.7,18,670 સરકારી તિજોરીમાં ભરણા પેટે જમા કરાવી છે.

ઇ-ધરા કેન્દ્રોમાં લાઇનમાં ઉભા નહીં રહેવું પડે : અોનલાઇન 7-12ના ઉતરા માટે કરવી પડશે અા પ્રક્રિયા
સરકારે કરેલી જાહેરાત મુજબ હવેથી જમીનના ઉતારા અોનલાઇન મળી રહેશે, જેના માટે વેબસાઇટ anyror.gujarat.gov.in ખોલ્યા બાદ તેના પ્રથમ ફંક્શન ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના નંબર પર જઇ, તેમાં મોબાઇલ નંબર દાખલ કરવા પડશે. ત્યારબાદ મોબાઇલ નંબર પર અાવેલા અોટીપીથી લોગઇન કરવું પડશે. અા પ્રક્રિયા થયા બાદ 7, 12, 8-અ, ગામ નમૂના 6, જૂના ગામ નમૂના 6 વગેરેમાંથી શું જોઇઅે છે તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ બાજુમાં અાવેલા કોસ્ટક મુજબ જિલ્લો, તાલુકો, ગામ અને સંબંધિત સરવે નંબર દાખલ કરવા પડશે. અા પ્રક્રિયા પૂર્ણ થયેથી અેડ વિલેજ ફ્રોમ કરવાનું રહેશે.

ત્યારબાદ અેક કોપી દીઠ રૂ.5 પ્રમાણે રકમ ભરપાઇ કરવા માટે ડેબીટ/ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, ભીમ અેપ સહિતના અોપ્શન બતાવાય છે, જે પૈકી ગમે તે અેકમાં રકમની ચુકવણી કરવાની રહેશે. પેમેન્ટ ચુકવણાની પ્રક્રિયા થયા બાદ જ નીચેના અોપ્શનમાં ક્લીક કરવાથી પીડીઅેફ રૂપે ઉતારાની નકલો મળી રહેશે, જેમાં બારકોડેડ કોડ તેમજ બાજુમાં સિક્કો પણ અાવશે.

અેકસાથે અેકથી વધુ ગામોના 7-12ના ઉતારા, નમૂના છ વગેરે કાઢી શકાય છે. અા નકલો જરૂરિયાતના સમયે ઇ-ધરા કેન્દ્રોમાં લાઇનના ઉભા રહેવા કરતા ગમે તે વ્યક્તિ કચ્છ અથવા તો કચ્છ બહાર હોય તો પણ અોનલાઇન પોતાના મોબાઇલમાં મેળવી શકશે અથવા તો નજીકના સાયબર કાફેમાંથી પણ મેળવી શકશે. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ અા અાધારો મામલતદાર, પ્રાંત કચેરી, કલેક્ટર કે કોર્ટ પ્રક્રિયા દરમ્યાન પણ રજૂ કરી શકાશે.

જિલ્લાની અમુક ગ્રામપંચાયતોમાં પણ ચાલતી કામગીરી
ગ્રામજનોને તાલુકા મથકોઅે માત્ર જમીનના ઉતારા માટે જ ધક્કો ન પડે તે માટે અમુક ગ્રામપંચાયતોમાંથી પણ અા ઉતારા મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે અને સંબંધિત તાલુકા પંચાયતો દ્વારા ગ્રામપંચાયતોને અા અંગે અોથોરાઇઝડ અાઇડી ફાળવવામાં અાવે છે.

અમુક ઇ-ધરા કેન્દ્રોમાં અેક નકલ પેટે નિયત કરતાં વધુ રકમ વસુલાતી હોવાની ઉઠતી રાવ
નિયમ મુજબ પ્રતિ અેક નકલ દીઠ રૂ.5 લેવાના હોય છે તેમ છતાં કચ્છના અમુક ઇ-ધરા કેન્દ્રોમાં નિયત કરાયેલી રકમ કરતા વધુ રકમ વસુલાઇ રહી છે. જેથી જો તપાસ થાય તો અનેકના પગ નીચે રેલો અાવે તેમ છે.

2018-19થી 2020-21માં તાલુકાવાર થયેલું ભરણું

તાલુકોરકમ
ભુજ4199765
અંજાર2908750
માંડવી2816735
અબડાસા2689850
રાપર2523480
નખત્રાણા2554385
ભચાઉ1467500
ગાંધીધામ1319030
લખપત1130640
મુન્દ્રા718670

તા.1-2થી તા.31-10 સુધીનો ભુજ તાલુકાનો ચિતાર

નમૂનાનકલરકમ
739099178775
8-અ23998114455
696744405020
121152156685

જિલ્લાની વર્ષવાર આવક

વર્ષરકમ
2018-198772110
2019-207573135
2020-216066860

આ રકમનો કયાં કઇ રીતે થાય છે ઉપયોગ
સત્તાવાર રીતે મળતી વિગત મુજબ સંબંધિત મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રો એ સ્વયંસંચાલિત છે, એટલે કે, તે તેની આવક પર જ નિર્ભર છે, જેથી 7,12, 8-અ, હક્કપત્રક 6 વગેરે ઉતારા પેટે ઉપજતી રકમ સેવા સોસાયટી અન્વયેના જિલ્લા તંત્રના બેંક ખાતામાં જમા કરાય છે. અા રકમનો ઉપયોગ ઇ-ધરા કેન્દ્રોમાં ફરજ બજાવતા કોમ્પ્યૂટર અોપરેટરો, કોમ્પ્યૂટર સિસ્ટમ, ઝેરોક્ષ વગેરેમાં કરવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...