નિર્ણય:પોસ્ટ કૌભાંડની તપાસમાં નિવૃત્તો સહકાર આપશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓના એસોસિએશોની બેઠકમાં લેવાયો નિર્ણય

ભુજની રાવલવાડી પોસ્ટ અોફિસમાં થયેલા નાણાકીય ગફલા મામલે ચાલતી ખાતાકીય તપાસમાં નિવૃત્ત કર્મચારીઅોને બોલાવાતાં અેસોસિયેશનની મળેલી બેઠકમાં તપાસમાં સહકાર અાપવા સહિતના નિર્ણયો લેવાયા હતા.ટપાલ વિભાગના ઇતિહાસમાં રાજ્યમાં સાૈથી મોટા ગણાતા નાણાકીય કાૈભાંડમાં સ્થાનિકે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ કરાયેલા અારોપીઅો શરતી જામીન પર છૂટી ગયા છે અને તાજેતરમાં સીબીઅાઇઅે પણ અલગથી ગુનો નોંધી તપાસ અાદરી છે. ઉપરાંત ટપાલ વિભાગ દ્વારા પણ ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે શહેરની હેડ પોસ્ટ અોફિસ અને રાવલવાડી પોસ્ટ અોફિસમાં અગાઉ ફરજ બજાવી ગયેલા અને નિવૃત્ત થયેલા અમુક કર્મચારીઅોને ખાતાકીય તપાસ અન્વયે પૂછપરછ માટે બોલાવાતાં, કર્મચારી અાલમમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઅોના અેસોસિયેશન પ્રમુખ ડી.પી. ગુસાઇનો સંપર્ક સાધતા તેમણે 10 જેટલા નિવૃત્ત કર્મચારીઅોને પૂછપરછ માટે બોલાવાયા હોવાની વાતને સમર્થન અાપી જણાવ્યું હતું કે, તા.13-1, ગુરૂવારના મળેલી બેઠકમાં ખાતાકીય તપાસમાં જે પણ કર્મચારીને બોલાવાય તો પૂરતી વિગત અને પૂરાવો અાપવાની સાથે સહકાર અાપવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ વધતાં સ્ટેચ્યુ અોફ યુનિટીનો પ્રવાસ મોકૂફ રાખવા ઠરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...