તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સેવા:ભુજમાં નિવૃત સૈનિક 60 જેટલા યુવકોને આર્મીમાં જોડાવા માટે આપી રહ્યા છે નિઃશુલ્ક તાલીમ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદસિંહ જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમા ફરજ બજાવી ચુક્યા છે

કહેવાય છે ને કે દેશની સેવા કરવા માટે સેનામા ભરતી થતા જવાન હંમેશા દેશની સેવા માટે તત્પર રહેતા હોય છે. તે પછી સરહદ પર હોય કે નિવૃત્ત જીવન વિતાવતા હોય ત્યારે હોય. આવુ જ એક ઉદાહરણ પુરુ પાડે એવા આપણી ભારતીય થલ સેનાના જવાન અને કચ્છના રાપર તાલુકાના છેવાડાના ગામ વેરસારાના વતની એવા ઉમેદસિંહ હનુભા સોઢા.

2003માં ભારતીય સેનામા જોડાયા બાદ નાગાલેંડ, પંજાબ , રાજસ્થાન,અસમ બોર્ડર તથા જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમા ફરજ બજાવી ચુક્યા છે. અરુણાચલ ખાતેની ફરજ દરમિયાન યુનાઇટેડ નેશન અંતર્ગત તેમની પસંદગી થઈ હતી તેઓએ સાઉથ આફ્રીકાના સાઉથ સુડાન ખાતે પણ નોકરીના ભાગ રુપે ફરજ બજાવેલી છે.

યુવાનો ફિઝિકલ ફિટનેશ માટે નિઃશુલ્ક ટ્રેનિંગપઠાણકોટ ખાતેથી 17 વર્ષ ફરજ પૂર્ણ થતા નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ બાદ હાલ ભુજમા સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે. ભુજ ખાતે શક્તિ ડીફેંસ એંડ પોલીસ અકેડેમીની સ્થાપના કરી કચ્છના યુવાનો કે જે ફિઝિકલ ફિટનેસ પરીક્ષામાં યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉતિર્ણ થઇ શકતા નથી તથા જે યુવાનો ને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય તેવા ઉમેદવારોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપી રહ્યા છે.

હાલ 60 જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છેઉમેદસિંહ તેમના સેનામાં હતા તે દરમિયાનના અનુભવો તથા ટ્રેનીંગ તેમજ ફરજ દરમીયાન શીસ્તપાલનના માર્ગદર્શનનો લાભ મેળવી ઘણા યુવાનો આર્મી તથા પોલીસ ભરતીમા જોડાઇ ચુક્યા છે. હાલ તેમની પાસે 60 જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે.યુવાનોને ઉત્સાહ મળે તે માટે તેમના દ્વારા શક્તિ ડીફેંસ એંડ પોલીસ અકેડેમી દ્વારા ટી-શર્ટ ભેટ રુપે આપવામા આવ્યા હતા.

'બાળકોના વાલીઓ જાતે બાળકોને પ્રોત્સાહિત કરી દેશસેવા માટે આગળ વધારે'આ ઉપરાંત ઉમેદસિંહ સોઢા દ્વારા બાળકોના વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે છોકરો હોય કે છોકરી તેમને જો ડિફેન્સમાં જોડાવાની ઇચ્છા હોય તો તેમને જાતે જ તેમના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને આવી રીતે જે કોઈ ટ્રેનિંગ સેન્ટર કે એકડેમી ચાલતી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન માટે મોકલવું જોઈએ.

જાણો શું કહ્યું તાલીમ લેનારે?શકિત ડીફેંસ એંડ પોલીસ અકેડેમીમાં તાલીમ લેતાં અજય ગઢવીએ જણાવ્યું હતું કે અહીં યોગ્ય માર્ગદર્શન મળતાં મારી રનીંગમાં ટેકનિકલ ચેન્જીસ આવ્યા છે. જેના કારણે હું યોગ્ય રીતે દોડી શકું છું અને મારા લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છું.

જાણો શું કહ્યું તાલીમ લેનારે?તાલીમ લઈ રહેલ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અહીં ટ્રેનિંગ લીધા બાદ મારી skills improve થઈ રહી છે અને પહેલાં હું કોન્સ્ટેબલ બનીશ અને ત્યાર બાદ DSP માટે apply કરીશ અને મારાથી બનશે એટલી દેશની સેવા કરીશ.

જાણો શું કહ્યું એક્સ આર્મીમેને?અમે જ્યારે ભરતી થયાં હતાં ત્યારે તે સમયે કોઈ માર્ગદર્શન કે ટ્રેનિંગ આપવા માટે કોઈ ન હતું માટે નિવૃત્ત થયા બાદ યુવાનોને ટ્રેનિંગ આપવા તથા માર્ગદર્શન આપી forceમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવા માટે આ એકેડેમી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...