દાન:ભુજના નિવૃત શિક્ષકે તેમની પત્નીના સ્મરણાર્થે રૂ.1,11,111 રામમંદિર નિર્માણ માટે દાન કર્યા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજના સેવાભાવી નિવૃત શિક્ષક તથા જલારામ અમૃત જળ પરબ અને ચબુતરાના દાતા મગનભાઈ જી. ઠક્કરે તેમના પેન્શનની બચતમાંથી તેમની પત્ની સ્વ.ભાનુબેન ઠક્કરના સ્મરણાર્થે રૂ.1,,11,111નું દાન અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને ચેક મારફતે અર્પણ કર્યું છે. આ બાબતે 79 વર્ષીય મગનભાઈએ જણાવેલ કે તેમના પત્ની ત્રણ દાયકા સુધી સતત રામનામ મંત્ર જાપ લખી સત્સંગી, પરોપકારી તથા માનવતા ભરેલું જીવન વિતાવ્યું હતું. તેમની યાદમાં આરટીઓ સાઈડમાં જલારામ અમૃત જળ પરબ તેમજ ઓધવપાર્ક 2માં પક્ષીઓ માટે ચબુતરાનું નિર્માણ કરાવ્યું છે, ત્યાં નિયમિત સેવાકીય કાર્યો કરવામાં આવે છે. તેમના આ સેવાકીય કાર્યને માનવ જ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર, વડીલ નીતિનભાઈ ગોર, સ્નેહીજનો તેમજ મિત્ર મંડળે વધાવતા તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...