તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરી તૈયારી:ભુજ પાલિકાના મુખ્ય અધિકારીને 'કોરોના મુક્ત વોર્ડ'ની જવાબદારી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરી તૈયારી

કચ્છમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા જિલ્લા કલેકટરે આગોતરી તૈયારીઓ આરંભી દીધી છે, જેમાં ભુજ પાલિકાના મુખ્ય અધિકારી મનોજ સોલંકીને 'મારો વોર્ડ, કોરોના મુક્ત - વેક્સિનેશન યુક્ત'ના નોડલ ઓફિસર બનાવાયા છે.

કલેક્ટર પ્રવિણા ડી.કે.એ 7મી જુલાઈના વિવિધ 12 કામગીરી માટે 12 નોડલ ઓફિસરની નિમણૂક કરી છે, જેમાં તેઓ કન્વિનર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ઓન કોવિડના કો.કન્વિનર રહેશે. એ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર સી.આર. પ્રજાપતિ, ઓક્સિજન સપ્લાયમા ડી.આર.ડી.એ.ના નિયામક એચ.એમ. જાડેજા, દવા, સાધન સામગ્રી, સી.ટી.સ્કેન, આર.ટી.પી.સી.આર. લેબોરેટરી, અન્ય ખરીદીમાં સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢક, ડિસ્ટ્રિક્ટ કમાન્ડ અને કન્ટ્રોલ રૂમ, સંલગ્ન ડેશ બોર્ડમાં જિલ્લા પંચાયતના આંકડા અધિકારી રોહિત બારોટ, 108 એમ્બ્યુલન્સમાં સી.ડી.એમ.ઓ. એસ.કે. દામાણી, ધન્વંતરી અને સંજીવની રથમાં જિલ્લા પંચાયતના ઈ.એમ.ઓ. ડો. કેશવકુમાર, એચ.આર. અને ટ્રેનિંગમાં માધાપર પી.એચ.સી.ના એમ.ઓ. ડો. ડો. કીર્તિ કુમાર ‌સીજુ, વેક્સિનેશન ટેલિ મેડીસિનમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ડો. અમીન અરોરાની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે.

કામગીરીની માહિતી જ નથી હોતી
પ્રથમ લહેર, બીજી લહેર વખતે પણ વિવિધ કામગીરી માટે નોડલ ઓફિસર નિમાયા હતા. પરંતુ, કેટલાક અધિકારીઓનો એ વિષય ન હતો. ફક્ત હાથ નીચેના કર્મચારીઓ કાગળ ઉપર જે સારૂં સારૂં લખી મોકલતા એના ઉપર સહી કરી રાજ્ય કક્ષાએ પ્રેઝન્ટેશન કરાતુંં હતું ઓક્સિજનની કટોકટી સર્જાઈ હતી. ઓક્સિજનના અભાવે મોત નથી થયું એવું ઠસાવવા વહીવટી અધિકારીઓ આજ દિવસ સુધી મથી રહ્યા છે, જેથી એમની ક્ષતિઓ છુપાવી શકાય, જેમાં લોક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓના ખભે બંદૂક ફોડવાની કૂટનીતિ અપનાવાઈ રહી છે.

કેટલાક લોક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ શરૂઆતમાં એમની વાતોમાં આવી ગયા હતા. પરંતુ, કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓના સ્વજનોએ ઓક્સિજનના અભાવે જીવ ખોયાની ઘટના બન્યા બાદ વહીવટી અધિકારીઓના કહેવાથી ખોટા નિવેદન આપવાથી દૂર રહેવા લાગ્યા છે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...