નિર્ણય:જેલમાં કોલ હિસ્ટ્રી આધારે બિનવારસુ મોબાઇલની જવાબદારી નક્કી કરાશે

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલારા જેલમાં ડીજી સ્કવોડની ઝડતી વેળાઅે બે મોબાઇલ મળ્યા હતા

શુક્રવારે જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી અમદાવાદની ડીજી સ્કવોડની ટીમે પાલારા ખાસ જેલમાં ઝડતી માટે પહોંચી હતી, ત્યારે જેલની અંદર બેરેક નંબર 6ની બહાર બાથરૂમમાં અેક અેન્ડ્રોઇડ મોબાઇલ તેમજ વોર્ડ 7ની પાછળના ભાગે ગટરની ચેમ્બર પાસે ખુલ્લામાંથી અેક સાદો મોબાઇલ મળી અાવ્યો હતો. બિનવારસુ મળી અાવેલા મોબાઇલ અંગે કોલ હિસ્ટ્રીના અાધારે જવાબદારી નક્કી કરવામાં અાવશે.

સ્કવોડની દર મહિને ઝડતી હોય છે, શુક્રવારે ઝડતી વેળાઅે બે મોબાઇલ બિનવારસુ મળી અાવ્યા હતા જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ઝડતી સ્કવોડના જેલરે ફરિયાદ નોંધાવી હતી. બંને મોબાઇલમાંથી બંદીવાનના સગા સબંધીઅોને ફોન થયા છે તેના અાધારે જવાબદારી નક્કી કરવામાં અાવશે.

ભુજ બી-ડિવીઝન પોલીસના પીઅેસઅાઇ ટી. અેચ. પટેલે જણાવ્યું હતું કે, મોબાઇલમાંથી સીમ કાર્ડ મળી અાવ્યા છે, જે સિમકાર્ડ કોના નામે રજીસ્ટ્રેશન થયેલા છે તેની તપાસ હાથ ધરવામાં અાવી છે. તો બંને સીમકાર્ડની કોલ હિસ્ટ્રી કાઢવા તજવીજ હાથ ધરવામાં અાવી છે. બંનેની કોલ હિસ્ટ્રી અાધારે જવબદારી નક્કી કરવામાં અાવશે તેવું ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...