તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાનો કોઇ ઉકેલ જ નહીં:વાહનનો વર્ગ બદલાવ્યા બાદ એરરની ફાઇલનું નિરાકરણ 3 માસથી અટક્યું

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ નામથી ઓળખાતી સમસ્યાનો કોઇ ઉકેલ જ નહીં

વાહનને પ્રાઇવેટ પાસિંગમાંથી ટેક્સી અથવા તો ટેક્સીમાંથી પ્રાઇવેટ કરાવી લીધા બાદ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એરર આવી જતી હોય છે જે એરર સોલ્વ કરવા માટે આર.સી. બુક, ટેક્સની રસીદ, બીલ સહિતના કાગળો આર.ટી.ઓ. પાસે જમા કરાવાના હોય છે. ત્રણેક માસથી આ એરરની સોલ્વ માટે અનેક વાહનોની ફાઇલો આર.ટી.ઓ. ચેમ્બરમાં ધુળ ખાઇ રહી છે. કયારેક આર.ટી.ઓ. તો અમુક ટાણે કલાર્ક રજામાં હોવાથી કોઇ નિરાકરણ થતુ ન હોવાનું જાણવા મળ્યું છે.

કોઇપણ વાહનને બી.ટી. કરાવાય એટલે કે વર્ગ રૂપાતરીંત (પ્રાઇવેટમાંથી ટેક્સ-ટ્રાન્સપોર્ટેશન પાસિંગ) કરાવાય ત્યારે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એરર આવી જાય છે, દરેક વાહન જેવા કે ટ્રક, ટેક્સી, રીક્ષા, ટ્રેકટર, લોડર, ફોર વ્હીલર કાર તમામ વાહનોનું બીટી કરાવાય ત્યારે આ એરર આવી જાય છે, જેના લીધે વાહનમાં આગળની કામગીરી થઇ શકતી નથી.

ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એરર માટે વાહનની આર.સી. બુક, ટેક્સની રસીદ અથવા તો બીલની નકલ સાથે કાગળો આર.ટી.ઓ.માં જમા કરાવાના હોય છે. જે તમામની ફાઇલ કલાર્ક અને આર.ટી.ઓ. પાસે જાય છે. છેલ્લા ત્રણેક માસથી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એરરને કારણે અનેક વાહનોની કામગીરી અટવાઇ છે. શરૂઆતમાં આર.ટી.ઓ.ને કોરોના હોવાથી તેઓ હાજર ન હતા, બાદમાં કલાર્ક રજા પર હોવાથી નિરાકરણ લાવી શકાયું નથી. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એરર માત્ર આર.ટી.ઓ.ની એડમીન આઇડીમાં જ ઉકેલાય છે ત્યારે કલાર્ક હાજર ન હોવાના કારણે ફાઇનલ કામગીરી આગળ ધપાવી શકાતી નથી.

નોંધનીય છે કે, એકતરફ ડીજીટલાઇઝેશન અને ફેશલેસ પ્રવૃત્તિ કરવા માટે સરકાર પગલા ભરી રહી છે ત્યારે ત્રણેક માસથી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની નાની એવી એરર માટે વાહનના કાગળો ધુળ ખાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...