બિલાડીનું રેસ્ક્યૂ:ભચાઉમાં વીજ પોલ પર ફસાયેલા બિલાડીના બચ્ચાનું સુધરાઈના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ કરાયું

ભુજ8 મહિનો પહેલા
  • વીજ શોર્ટ ના લાગે તે માટે વીજ પુરવઠો બંધ કરી દેવામા આવ્યો

મહામારીના સમયમાં અનેક સેવાભાવી લોકો માનવતા પરમો ધર્મના સિદ્ધાંત સાથે લોક ઉપીયોગી કાર્યો દ્વારા અન્યોને પ્રેરણા પુરી પાડતા હોય છે. એ પછી કોઈ માનવ માટે હોય કે પશુ માટે, આવીજ એક પ્રેરણાદાયી ઘટના ભચાઉમા બની હતી.

ભચાઉના રેલેવ સ્ટેશન નજીક આવેલા આનંદપૂર્ રહેણાંક વિસ્તારમાં એક બિલાડીનું બચ્ચું વીજ પોલ ઉપર અકસ્માતે ચડી ગયું હતું. જેની જાણ આસપાસના રહીશોને થતા , તેમણે બચાવના પ્રયત્નો કર્યા હતા. પરંતુ સફળતા ન મળતા આ વિશેની જાણ સુધારાઈના પ્રવીણભાઈ દાફડાને થઈ હતી, તેથી શ કર્મચારી કુલદીપ ગંઢેર સાથે વીજ કચેરીનો સંપર્ક કર્યો હતો. અને આ વિસ્તારમાં થોડી વાર માટે વીજ પુરવઠો બંધ રખવ્યો હતો. જેના બાદ વીજ પોલ પર ચડી ગયેલા બચ્ચાને વીજ પોલ ઉપર ચડીને સલામત રીતે ઉતારી લીધું હતું, જીવદયાના આ કાર્યની ભચાઉ વિસ્તારમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...