રજૂઆત:અલ્પસંખ્યક જૈન સમાજને સ્પર્શતા મુદાઓ અંગે કેન્દ્રીય મંત્રીને રજૂઆત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના લોકોને જાતી પ્રમાણપત્ર કઢાવવામાં પડે છે હાલાકી

અલ્પસંખ્ય સમુદાય જૈન, પારસી, શીખ વગેરે જ્ઞાતિના લોકો માયનોરીટી સર્ટીફીકેટ તેમજ અન્ય ડિજીટલ વ્યવસ્થાઓ માટે સરકારી કચેરીઓમાં જાય ત્યારે હાલાકી ભોગવવી પડે છે.આ બાબતે ભારતના લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રૂબરૂ મળી કચ્છ જન જાગૃતિ અભિયાનના પ્રતિનિધિઓ નેહલ અમર શાહ, ઋષભ શાંતિલાલ મારૂ, કિશોર મણીલાલ ગાલા, દિનેશ હેમરાજ વિસરીયાએ જૈન માયનોરીટી અંતર્ગત અડચણરૂપ મુદાઓ અંગે રજૂઆત કરી હતી.જેમાં લાંબી ચર્ચાના અંતમાં મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જૈન માયનોરીટી અંતર્ગત દરેક સમસ્યાઓને તાત્કાલિક ધોરણે હલ કરવા આશ્વાશન આપ્યુ હતું.

તહેસીલદાર ઓફીસ પરથી જાતી પ્રમાણપત્ર મેળવવા અનેક અવરોધોનો સામનો કરવો પડે છે જેથી આ સુવિધાઓ મેળવવા સમર્પિત સેન્ટર બનાવવા,જૈન માયનોરીટી હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક, વૈદકીય, ધંધાકીય, નારી ઉત્કર્ષ અનેક યોજનાઓ કાર્યરત છે ત્યારે વિશ્વભરના જૈન એક છત્ર હેઠળ કાર્ય કરે એવી ખાસ ભલામણ કરી હતી તેમજ ભારતભરના જૈન મહાજનો, સંસ્થાઓ, મંડળોને જૈન માયનોરીટી અંતર્ગત મુંઝવતા પ્રશ્ર્નો લખી સંસ્થાને જણાવવા આહવાન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...