તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ કાર્ગો મળતા હડકંપ:મુંદ્રામાં કન્ટેનરમાં ચીનથી પાકિસ્તાન જતા મિસાઈલના પુર્જા મળ્યાના અહેવાલ

મુંદ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુગર કન્સાઈમેન્ટની તપાસમાં એક કન્ટેનરમાંથી શંકાસ્પદ કાર્ગો મળતા હડકંપ
  • અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના

મુંદ્રા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક કન્ટેનરમાંથી મીસાઈલના પુર્જા મળી આવ્યા હોવાના બીન સતાવાર અહેવાલો બહાર આવતા હડકંપ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે સુગર કન્સાઈમેન્ટોની તપાસ વખતે આ બહાર આવ્યું હતું.

ગત સપ્તાહે મુંદ્રા પોર્ટ પર સુગર ભરેલા 100થી વધુ કન્ટેનરોની તપાસ વખતે એક કન્ટેનરમાં તપાસ કરતા તેમાં કોઇ શંકાસ્પદ જથ્થો હોય તેવું ફલીત થયું હતું. જેની જાણ ઉચ્ચ સ્તરે કરાતા તેની તપાસ માટે નિષ્ણાંતોની ટીમને બોલાવાઈ હતી. સુત્રોના દાવા અનુસાર ડીઆરડીઓની ટીમે પણ આવીને તપાસ કરી હતી. અને કેન્દ્રીય કક્ષાની અન્ય એજન્સીઓ પણ આ તપાસના વ્યાપમાં ઝુકાવે તેવી સંભાવના છે. આ અંગે કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક ન થઈ શકતા સતાવાર સમર્થન મળી શક્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો