તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:RTOમાં એકસામટા નંબર પ્લેટના તમામ કર્મચારીઓની બદલી

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિસિંગ નંબર પ્લેટની નોડેલ અોફીસર તરફથી કોઇ તપાસ જ ન કરાઇ
  • રાજકોટથી કંપનીના નવા સ્ટાફની નિમણુંક બાદ કામગીરી શરુ કરાશે

છેલ્લા બે સપ્તાહથી અાર.ટી.અો.માં અાવેલા હાઇસિક્યુરિટી નંબર પ્લેટનુ કાઉન્ટર વિવાદમાં અાવ્યું હતું. સેન્ટરને તાળા લાગી ગયા હતા પણ કર્મચારીઅો ઇસી સેન્ટરમાંથી બનાવી અપાતી પ્લેટો વાહનમાં લગાવી અાપતા હતા. પોલીસ પ્રોટેકશનની માંગણી કરાઇ અે વચ્ચે તમામ કર્મચારીઅોની અેકસામટે બદલી કરી રાજકોટથી કંપનીઅે નવા કર્મચારીઅોની નિમણુંક કરી છે. જો કે, ગત વર્ષે ચર્ચામાં અાવેલા 5700 નંબર પ્લેટ મિસિંગ અંગે અાર.ટી.અો.ના નોડેસ ઇન્સ્પેકટર તરફથી કોઇ તપાસ કરવામાં અાવી જ નથી.

પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં અેચ.અેસ.અાર.પી. નંબર પ્લેટ સેન્ટરમાં કામ કરતા સુપરવાઇઝર, અેમ્બોઝર અને ફિટર મેન સહિત ચારેય કર્મચારીઅોની જુદા જુદા રાજયમાં બદલી કંપની તરફથી કરવામાં અાવી છે, છેલ્લા બે સપ્તાહથી કામગીરી બંધ રાખવામાં અાવી હતી તેમજ સંચાલન યોગ્ય રીતે થતુ ન હોવાથી કંપનીઅે તેમની બદલી કરી નવા કર્મચારીઅોની નિમણુંક કરી છે. બે સપ્તાહથી નંબર પ્લેટ સેન્ટર બંધ રહ્યું પણ નોડેલ અાર.ટી.અો. ઇન્સ્પેકટર નવીન પટેલ તરફથી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં અાવી નથી તેમજ વાહન માલિકોને રાહત થાય તેવા કોઇ પ્રયાસ હાથ ધરાયા નથી.

મિસિંગ પ્લેટમાં જેની ભૂમિકા હતી તેના જ માણસો ગોઠવાશે
ગત વર્ષે 5700 નંબર પ્લેટ રસીદ ઇસ્યુ કર્યા વગર બનાવી દેવાઇ હતી જે તમામ પ્લેટનું રેકર્ડ હજુ મિસિંગ છે, અા ભોપાળુ કરવામાં મુખ્ય ભુમિકા ભજવનારા રાજકોટના અેક શખ્સ પોતાના માણસો ગોઠવવા તજવીજ હાથ ધરી છે. બનાવ (પ્રકાશ)માં અાવ્યા છતાંય તેના કર્મચારીઅોને નોકરી અાપી નિમણુંક કરવામાં અાવે તેવી ગતીવિધી તેજ બની છે.

અન્ય સમાચારો પણ છે...