મંજૂરી:ભાડાએ 14.78 કરોડ ફાળવ્યા: બોર્ડ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પાણી વિતરણ માટે માળખાગત સુવિધાઅો વિકસાવાશે
  • ​​​​​​​જળ શુધ્ધિકરણ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન અને ટાંકા બનાવાશે

ભુજમાં પાણી વિતરણ માટેની વ્યવસ્થા સુનિયોજિત બનાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઅો વિકસાવવા ભાડા દ્વારા 14.78 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે.શહેરમાં નર્મદાના પાણી માટે સમ્પ, પાણી શુધ્ધિકરણ પલાન્ટ, પમ્પિંગ સ્ટેશન, પાણીના ટાંકા સહિત આનુષાંગિક સુવિધાઅો ઉભી કરવા માટે ભુજ નગરપાલિકાઅે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળને ગ્રાન્ટની ફાળવણી કરવા માટેની માગણી મૂકી હતી, જેના અનુસંધાને પ્રાદેશિક કમિશનર-રાજકોટ ઝોનની કચેરીના હકારાત્મક અભિપ્રાય મુજબ ભાડા તરફથી 14.78 કરોડની રકમ ફાળવવામાં અાવી છે.

મદદનીશ કલેક્ટર અને ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, તા.14-10, ગુરુવારના કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર 14.78 કરોડની ગ્રાન્ટ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ફાળવવા વહીવટી મંજૂરી આપવામાં અાવી છે.

ભુજ પાલિકા અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અા પ્રોજેકટ વિકસાવવામાં અાવશે. અોછા વરસાદ ધરાવતા કચ્છમાં ભૂગર્ભ જળ ઉલેચવામાં અાવી રહ્યા અને બોરના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોઇ તેનાથી પથ્થરીના રોગમાં પણ ઉછાળો અાવ્યો છે, ત્યારે વોર્ડ નં.1થી 6, 10, 11 સહિત ભુજવાસીઅોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ટ્રીટેડ પાણીનો પુરવઠો મળે તે દિશામાં વ્યવસ્થા ઉભી કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...