તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે લોકાર્પણ:પાલિકા દ્વારા કુકમામાં 55 લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ શહેરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થશે

તાલુકાના કુકમા ગામે ભુજ શહેરના નર્મદાના પીવાના પાણીના સમ્પ છે, જેમાં દૈનિક 28 અેમ.અેલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 55 લાખના ખર્ચે ત્રણ વર્ષ સુધી સંચાલનની શરતે નવીનીકરણ કરાયું છે. જેનું અાજે લોકાર્પણ કરવામાં અાવશે.ભૂકંપ પછી કુકમા પાસે ભુજ શહેરને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવા વિશાળ સમ્પ બન્યો છે. જે ભવિષ્યમાં વધતી જનસંખ્યાને નજરમાં રાખી બનાવાયો હતો.

પરંતુ, ભુજ નગરપાલિકાના તત્સમયના પદાધિકારીઅો અને અધિકારીઅોની દિર્ઘદૃષ્ટિના અભાવે અને લોક પ્રતિનિધિઅોની મતો મેળવવાની મહત્ત્વાકાંક્ષાના કારણે અેમાંથી અાખા ભુજ તાલુકાના ગામડાઅોને પણ પાણી અપાવા લાગ્યું, જેથી હવે શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ રહી છે. અેટલું જ નહીં પણ પાણીની શુદ્ધ અને ટી.ડી.અેસ. માપવા સહિતની પ્રયોગ શાળા પણ બનાવાઈ હતી. જેનો ઉપયોગ કરાયો જ નહીં, જેથી ખંડેર બની ગઈ છે. અેવી જ રીતે પાણીને શુદ્ધ કરવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અપાયો હતો. જેનો પણ ઉપયોગ ન થવાથી કાર્યક્ષમતા ખોઈ નાખી હતી.

જેનું ભુજ નગરપાલિકાના ગત ટર્મના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, તત્કાલિન કારોબારી ચેરેમન ભરત રાણા અને વોટર સપ્લાય સમિતિના ચેરમેન કાૈશલ મહેતાના પ્રયાસોથી 55 લાખના ખર્ચે નવીનીકરણનો અેસ્ટીમેન્ટ અપાયો હતો. જે બાદ દર વર્ષે 17 લાખ રૂપિયાના ખર્ચે 3 વર્ષના સંચાલનની શરતે ઠેકો અપાયો છે. જેનું અાજે લોકાર્પણ થવાનું છે. ભુજ નગરપાલિકાઅે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સોમવારે સવારે 10.30 વાગે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેસુભાઈ પટેલ, પાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સહિતના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.દરમિયાન કુકમાના સરપંચે તેમને આમંત્રણ ન અપાતાં દુ:ખ વ્યક્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...