તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દબાણ હટાવ્યા તેના પત્થર ઉપડ્યા નથી, ત્યાં બીજા દબાણની તૈયારી !

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના મહત્વના વિસ્તારોમાં કિંમતી સરકારી જમીન પર વર્ષોથી દબાણ કરી બેઠેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તેવી સખત કાર્યવાહી જિલ્લા સમાહર્તાની સૂચનાથી તંત્રએ દિવાળી અગાઉ કરી હતી. છેલ્લા એકાદ મહિનાથી અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં ન આવતા આવા તત્વોને કદાચ એમ થયું હોય કે, હવે છૂટ મળી ગઈ છે. ઇજનેરી કોલેજ રોડ પર એક અનધિકૃત બાંધકામ તોડી પડાયું હતું તેનો મલબો પણ હજી નથી ઉપડયો ત્યાં થોડું આગળ જ મોટી જમીન પરથી બાવળ સાફ કરી અને જમીન ખુલ્લી કરાઈ છે. સરકારી રાહે આ જમીન કોઈને ફાળવાઇ છે કે નહિ તે તપાસનો વિષય છે. આ અંગે ભુજ પ્રાંત અધિકારી અને ભાડાના સીઈઓ મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતે તપાસ કરશું, અને જો દબાણની પેરવી કરતા માલૂમ પડશે તો કડક કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો