વિરોધ:કચ્છમાં તલાટી મંડળ આદોલનના ભાગ રૂપે ગ્રૂપમાંથી થયા રિમૂવ્ડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને અાપ્યું અાવેદન

કચ્છ જિલ્લા તલાટી મંડળે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની કારોબારીમાં લેવાયેલા નિર્ણય મુજબ પડતર પ્રશ્નનો નિરાકરણ ન અાવતા અાંદોલનના ભાગ રૂપે 13-9ના કલેકટર અને ડીડીઓને અાવેદન પત્ર અાપ્યું હતું, જેમાં અાગામી કાર્યક્રમ સાથે જણાવાયું હતું કે, સોમવારે તલાટીઅો અેકસાથે ખાનગી મોબાઈલમાં સરકારી કચેરી, અધિકારી, કર્મચારીઅો સાથે જોડાયેલા તમામ વ્હોટ્સ અેપ. ગ્રૂપમાંથી અેક સાથે રિમૂવ્ડ થયા હતા. અાવેદનપત્રમાં જણાવાયું હતું કે, 7-9ના મંડળની કારોબારી મળી હતી, જેમાં તલાટી કમ મંત્રી કેડરના કર્મચારીઅોના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજુઅાતો કરાઈ છે.

અામ છતાં કોઈ સુખદ ઉકેલ અાવ્યો નથી, જેથી અાવેદનપત્ર અાપી સરકારમાં હકારત્મક ભલામણ માટે માગણી છે અને તબક્કાવાર વિરોધ કાર્યક્રમની જાણ કરાઇ છે. જે બાદ ફરી 13-9ના બપોરે 12 વાગે કલેકટર અને ડીડીઓ પાસે અાવેદન અાપવાનું નક્કી થયું છે. અાંદોલનના ભાગ રૂપે વ્હોટ્સ અેપ ગ્રૂપમાંથી રિમૂવ થયા બાદ વ્હોટ્સ અેપના માધ્યમથી કોઈપણ જાતની માહિતી કે પ્રત્યુત્તર અાપશે નહીં. ત્યારબાદ ફરી 20મ-9ના કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજ નિભાવશે.

ત્યારબાદ 27મી સપ્ટેમ્બરે પેનડાઉન, 1-10ના માસ સી.અેલ., બેનર સાથે દેખાવો, નિરાકરણ ન અાવે ત્યાં સુધી અોનલાઈન કામગીરીનું બહિષ્કાર, 7મી અોક્ટોબરથી જિલ્લા પંચાયત કચેરીમાં અેક દિવસના ધરણા, 12મી સપ્ટેમ્બર મંગળવારથી ધરણા બાદ નિરાકરણ ન અાવે તો અચોક્કસ મુદ્દતની હડતાળનું અેલાન કરશે. અખબારી યાદીમાં કાર્યક્રમ જણાવ્યું હતું. પરંતુ, કોલ કરી વધુ વિગતો મેળવવા કોશિષ કરતા મંડળના પ્રમુખ વિજય ગોસ્વામી અને મંત્રી વિનોદ સોલંકીના કોલ રિસીવ થયા ન હતા, જેથી કાર્યક્રમ મુજબ રિમૂવ થયા કે નહીં અે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...