• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Removed Curtains In Luxury Buses Of ST Of The District Will Be Re installed Following The Improvement In The Transition Of Cores

મુસાફરોને ઠંડીથી બચાવવાના પ્રયાસો:જિલ્લાની એસટીની લક્ઝરી બસોમાં હટાવાયેલા પડદા કોરોના સંક્રમણમાં સુધારના પગલે ફરી લગાવાશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળામાં મુસાફરોને ઠંડી ના પડે તે માટે બસોની બારીઓ સુધારવામાં આવશે
  • લક્ઝરી અને સ્લીપર બસોમાં લાગેલા પડદા સાવચેતીના ભાગરૂપે હટાવી લેવાયા હતા

કચ્છના એસટી ડેપોના વર્કશોપમાં હાલ વધારાના કામકાજનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસતો કોરોના બીમારીના પગલે એસટીની લક્ઝરી અને સ્લીપર બસોમાં લાગેલા કપડાના પડદા સાવચેતીના ભાગરૂપે હટાવી લેવાયા હતા. પરંતુ હવે કોરોના સંક્રમણ કાબુ હેઠળ હોવાથી આ પ્રકારની તમામ બસોમાં ફરી પડદા લગાડવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે અંગે એસટી વિભાગ સજ્જ બન્યો છે. તો શિયાળાની ઠંડીને જોતા બસોના ક્ષતિગ્રસ્ત વિન્ડો ગ્લાસના સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ વિશે ભુજ એસટી બસ ડેપોના મેનેજર નિમિષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, દર શિયાળા દરમિયાન મુસાફરોને ઠંડીથી બચાવવાના પ્રયાસો હેઠળ બસોના ક્ષતિગ્રસ્ત વિન્ડો ગ્લાસના સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવતું હોય છે, જેની શરૂઆત કરવામાં આવી છે. તેની સાથે સાથે આગામી સુચનાના પગલે કોરોનાકાળને ધ્યાને લઇ બીજી લહેર દરમિયાન સ્લીપર બસોના હટાવાયેલા કાપડના પડદા પણ ફરી લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...