તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Remove Pressure On Gauchar Land In Sumrasar Sheikh, As Demanded By 130 Villagers, No Action In Previous Presentation Yet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સુમરાસર શેખમાં ગૌચર જમીન પર દબાણ હટાવો, 130 જેટલા ગ્રામજનોએ કરી માંગ, અગાઉની રજૂઆતમાં હજુ કોઇ પગલા નહીં

ભુજ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાન સુમરાસર શેખ ગામની 600 એકર જેટલી ગાૈચર અને સરકારી પડતર જમીન પર માથાભારે લોકોએ દબાણ કર્યું છે તેવા આક્ષેપ સાથે કલેક્ટરને ફરી એકવાર કરાયેલી રજૂઆતમાં સૂચિત જમીન ખાલી કરાવવાની માગ કરાઇ છે.ગૌચર અને સરકારી જમીનમાં બિન અધિકૃત રીતે બાંધકામ કરીને તેમાં બોર કૂવા બનાવાયા છે. આવી જમીનોમાં ખેતી થઇ રહી છે અને કેટલાક સ્થળે વાડા બનાવાયા છે પરિણામે પશુ પાલકો પોતાના ઢોર ચારવા ક્યાં જાય તેવી વિકટ સમસ્યા સર્જાઇ છે. દબાણો દૂર કરવા વર્ષ 2019ના 10મા મહિનાથી તંત્રને અનેકવાર રજૂઆતો કરાઇ છે તેમ છતાં આ દિશામાં કોઇ પગલાં ભરાયાં નથી.

દબાણો દૂર કરવા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો હતો પણ માથાભારે લોકોની દાદાગીરીના કારણે તેની અમલવારી થઇ શકતી નથી તેવો આક્ષેપ રજૂઆતમાં કરાયો હતો. આ વિષયે અનેકવાર તંત્રનું ધ્યાન દોરાયું હોવા છતાં કાર્યવાહી નથી થતી અને જો આવું જ વલણ રહેશે તો નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. ઓસમાણ અબ્દુલા શેખ, વાલાજી આહિર, મામદ ઉમર સમા, અલિમામદ ખત્રી, કાના ભારા ભીમાણી, અલિમામદ સમેજા સહિતના 130 જેટલા ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં તાત્કાલિક દબાણ હટાવવાની માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો