મન કી બાત:મોદીના મનમાં વસેલા કચ્છને મન કી બાતમાં 7મી વખત કર્યું યાદ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લખપતના ઐતિહાસિક ગુરુદ્વારાનો વિશેષ-વિસ્તૃત ઉલ્લેખ કર્યો

ગુજરાતના મુખ્યમંત્રીઓમાં કચ્છની સૌથી વધુ વખત મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ કચ્છને સમયાંતરે જાહેર મંચ પર યાદ કરતા રહે છે. રવિવારે ‘મન કી બાત’ના 71મા એપિસોડમાં તેમણે લખપતના ગુરુદ્વારાનો ન માત્ર ઉલ્લેખ કર્યો, પરંતુ ભૂકંપમાં આ ઐતિહાસિક સ્થાનને પહોંચેલી નુકસાની, તેનો જિણોધ્ધાર, ગુરુ નાનકજીના આશીર્વાદ સહિતનું વિસ્તૃત વર્ણન પણ કર્યું હતું.

ભૂકંપ પછી જિણોધ્ધારથી ગુરુ સાહેબના આશીર્વાદ મળ્યા: મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘કચ્છમાં એક લખપત ગુરુદ્વારા સાહેબ છે, ગુરુ નાનકજી પોતાની ઉદાસી દરમિયાન લખપત ગુરુદ્વારામાં રોકાયા હતા. 2001ના ભૂકંપથી આ ગુરુદ્વારાને પણ નુકસાન પહોંચ્યું હતું. આ તો ગુરુ સાહેબની કૃપા જ હતી કે હું તેનો જિણોધ્ધાર કરાવી શક્યો. ન માત્ર ગુરુદ્વારાની મરામત કરાઈ, બલ્કે તેના ગૌરવ અને ભવ્યતાને પણ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા. આપણે બધાને ગુરુ સાહેબના ભરપૂર આશીર્વાદ પણ મળ્યા.’

ગુરુદ્વારાના સંરક્ષણ માટે હેરિટેજ એવોર્ડ અને શીખોનો કર્યો ઉલ્લેખ
‘લખપત ગુરુદ્વારાના પ્રયાસોને 2004માં યુનેસ્કો એશિયા સ્પેસિફિક એવોર્ડ અપાયો હતો. જ્યુરીએ નોંધ્યું હતું કે સમારકામ દરમિયાન શિલ્પ સાથે જોડાયેલી બારીકીઓનું વિશેષ ધ્યાન રખાયું. પુનર્નિર્માણમાં શીખ સમુદાયની ન માત્ર સક્રિય ભાગીદારી રહી પરંતુ એમના માર્ગદર્શનમાં આ કામ થયું’ વડાપ્રધાને આ વાત કહીને ઉમેર્યું હતું કે ‘લખપત ગુરુદ્વારા જવાનું સૌભાગ્ય મને મુખ્યમંત્રી ન હતો ત્યારે પણ મળ્યું હતું, ત્યાં જઈને અસીમ ઊર્જા મળતી હતી. હું બાબતથી બહુ કૃતજ્ઞ છું કે ગુરુ સાહેબે મારાથી નિરંતર સેવા લીધી છે.’

લખપત ગુરુદ્વારા પ્રબંધક કમિટી ખુશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારા અને ગુરુ નાનક દેવને યાદ કરતા લખપત ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ તથા યુવા આગેવાન રાજુભાઈ સરદારે ખુશી દર્શાવવા સાથે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...