અનલોક:50 ભાવિકોને પ્રવેશની શરતે કચ્છના ધાર્મિક સ્થળો ખુલ્યા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરજીયાત માસ્ક, સામાજીક અંતર જાળવવા કરાઇ અપીલ

કચ્છમાં માર્ચ-2021 બાદ લોકો બેદરકાર બનતાં કોરોના બેકાબુ બન્યો હતો. મહામારીનું સંક્રમણ વધતાં તા.27-4થી ધાર્મિક સ્થળો ભાવિકોના દર્શન માટે બંધ કરાયા હતા. હવે મહામારીની સ્થિતિ અંકુશમાં અાવી છે અને કોવિડ-19ના કેસ ઘટતાં ગાઇડલાઇનના પાલન સાથે 50 વ્યક્તિઅોને જ ધાર્મિક સ્થાનકે પ્રવેશ અાપવાની શરતે મંદિર, દરગાહોના દ્વાર બે મહિના બાદ શ્રદ્ધાળુઅો માટે તા.11-6, શુક્રવારથી ખુલ્યા છે. તજજ્ઞો પણ ત્રીજી લહેર અાવશે તેવું કહી રહ્યા છે ત્યારે મળેલી છૂટછાટ વચ્ચે સામાજિક અંતર, ફરજિયાત માસ્ક સહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.

ઢોલ-શરણાઇ સાથે દેશદેવી મા આશાપુરા મંદિરના દ્વાર ખુલ્યા
પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માં અાશાપુરાના પ્રવેશદ્વાર દર્શનાર્થીઅો માટે તા.10-4થી બંધ કરાયા હતા. બે મહિના બાદ કોરોનાનું સંક્રમણ ઘટતાં શુક્રવારે અાશાપુરા માતાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને ઢોલ-શરણાઇ સાથે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાઅે ભાવિકો માટે ખુલ્લું મૂક્યું હતું. પ્રથમ દિવસે ખાસ ભાવિકો જોવા મળ્યા ન હતા. અા તકે સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, વેપારી ધીરજ શાહ, જાગીરના મયૂરસિંહ જાડેજા, પૂજારી ગજુભા ચાૈહાણ, હિતુભા જાડેજા, અશોકસિંહ, સચિન કાપડી વગેરે હાજર રહ્યા હતા.

મહામારીની નાબૂદી માટે હાજીપીરની દરગાહે દુવા કરાઇ
તંત્રની ગાઇડલાઇન મુજબ કોમી અેકતાના પ્રતીક સોદ્રાણાના શહેનશાહ હાજીપીરની દરગાહ શ્રદ્ધાળુઅો માટે શુક્રવારથી ખોલવામાં અાવી છે. હાજીપીરના દર્શનાર્થે અાવતા શ્રધ્ધાળુઅોને ફરજિયાત માસ્ક પહેરવા સમજાવાય છે. વધુમાં હાથ સાબુથી ધોવા, સેનેટાઇઝ કરવાની સાથે સ ામાજિક અંતર જાળવવું વગેરે તકેદારી રાખવામાં અાવી રહી છે. હાજીપીર દરગાહ સમિતિઅે કોરોના સંક્રમિત હિન્દુ-મુસ્લિમ ભાઇઅો જલદી સાજા થાય અને મહામારી નેસ્ત નાબૂદ થાય તે માટે દુઅા કરી હતી.

સર્વજન સુખાય માટે પિયોણી મહાદેવ મંદિરે પ્રાર્થના
નખત્રાણા તાલુકાની ત્રિ-ભેટે અાવેલા નીલકંઠ મહાદેવ (પિયોણી) ખાતે ભજન ભાવ સાથે મંદિર ખુલ્યું હતું. મંદિરના મહંત હંસગીરીજીના સાનિધ્યમાં મહંત જીતુગીરી બાપુ,, બાબુભાઇ અાહીર, કિંજલબેને શિવ વંદના રજૂ કરી હતી. સંતો અશોકભારથી, મહેશગીરીજી, બાબુગીરીજવી, માયાભારથી,બાલકનાથ, સંતોષગીરીજી, રાજગીરીજી વગેરેઅે સમગ્ર દેશવાસીઅોની તંદુરસ્તી જળવાઇ રહે, કોરોનાનો નાશ થાય, કચ્છમાં સમયસર વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...